પશ્વિમ બંગાળના ચુંટણી પરિણામો પછીદ જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત પ્રાંત દ્વારા નિંદનીય હિંસા માટે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના ચુંટણી પરિણામો પછી લોકતંત્રને શરમાવે તેવી હિંસા કરવામાં આવી છે. જેમાં ૫૦ લોકો મરી ગયા છે. સેકડો ઘાયલ થયા છે. હજારો લોકોએ ઘર પરિવારો છોડવા પડ્યા છે. કરોડો રૂપિયાની સંપત્તિ લુંટી લીધી અને આગમાં બળી ગઈ છે. મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર થયો છે. આનો સ્વીકાર એસટી.એસી વર્ગના લોકો બન્યા છે. ૧૬ થી ૧૭ જિલ્લાનાં ૩,૭00 ગામડાં લોકો ભોગ બન્યા છે. જેની તપાસની માગણી કરી હતી. આ બાબતે રાષ્ટ્રપતિને પત્ર લખીને જાણ કરી છે. જનજાતિ સુરક્ષા મંચ ગુજરાતના સંયોજક અરવિંદ ભાઈ વસાવા સદસ્ય જિગ્નેશ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement