ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવો નક્કી કરી ખેતીના પાકો ખરીદ નહીં કરી અને કિસાનોને નુકશાન પહોંચાડવા તેમજ ગુજરાતમાં કિસાનોને થતાં અન્યાય દૂર કરવા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંધ દ્વ્રારા ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્ર અનુસાર સરકાર ટેકાના ભાવે મગની ખરીદી કરવા નક્કી કરતાં હોય છે જેમાં ત્રણ મહિના અગાઉ 7100 રૂપિયા રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા, આજે ગામોમાં હજારો ક્વિન્ટલ મગ લોકોના ઘરોમાં પડેલા છે, જેથી ખેડૂતોને બજારમાં જઈને મગનું વેચાણ કરવાની ફરજ પડી રહી છે અને લાખો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે, જેથી સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરે તેવી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંધ દ્વારા માંગણી કરવામાં આવી હતી.
ડી.આઈ.એલ.આર કચેરીની અંદર ઘણો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેમાં લોકોની હદ્દ માંગણીના લાખો રૂપિયા ઉઘરાવામાં આવે છે. ખરેખર જો નવા માણસો દ્વારા રી સર્વે કરાવાથી આ જમીનના ઘટાડાના પ્રશ્નો બહાર પડ્યા હતા જેથી સર્વે કરવા રદ્દ કરવા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંધની માંગણી કરવામાં આવી હતી.
મહેસૂલી કચેરીઓમાં એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ફેરફાર નોંધો પાડવાના લાખો રૂપિયા લેવામાં આવે છે જેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. અરજી મુજબ જાણવામાં આવ્યું હતું કે ગુજરાત અને રાજ્ય સરકારની કચેરીઓમાં હજારોથી લાખો અરજીઓ પેન્ડિંગ રાખવામા આવી છે. જેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી, જો રાઇટ ટુ એપ્લિકેશનનો મુદ્દો ઉઠાવામાં આવે તો થઈ રહેલો ભ્રષ્ટાચાર સામે આવશે. જેથી જનતા સહિત કિસાનોને લાભ થશે. અત્યારે સરકાર દ્વારા ત્રણ ભૂમિ અધ્યાદેશ 8 મહિના પહેલા બહાર પાડવામાં આવ્યા હતા તે દરમિયાન આઠ મહિનાથી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંધનું આંદોલન ચાલી રહ્યું છે છતાં પણ કોઈ ન્યાય મળતો નથી.
જેથી સરકારને વિનંતી કરવાં આવી હતી કે વહેલી તકે ન્યાય આપીને આંદોલન પૂરું કરે. અત્યરે ગુજરાત સરકાર દ્વારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે જેમાં તમે ગુજરાતના કિસાન છો તેવું પત્ર રજૂ કરવું પડશે તો શું આ કિસાનો ચોર છે..? તેવો આક્ષેપ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંધના હોદ્દેદારોએ કર્યા હતા. ભારત ખેતી પ્રધાન દેશ છે જેમાં 80% લોકો ખેતી પર નિર્ભર છે જેમાં ખેડૂતો દ્વારા કોઈ પરિપત્ર આપવામાં આવશે નહિ જેથી સર્ક્યુલર રદ્દ કરે તેવી માંગો કરવા એક આવેદનપત્રમાં તમામ માંગણીઓ રજૂ કરીને રાજ્યપાલ સાહેબને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.