ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ વિભાગ શિક્ષક કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ૫૪ મી વાર્ષિક સાધારણ સભા રાજપારડી કન્યાશાળા ખાતે મળી હતી. આયોજિત બેઠકમાં મંડળીના પ્રમુખ ઇશ્વરભાઇ વસાવા,ઉપપ્રમુખ દિલીપસિંહ ઘરિયા,મંત્રી રાજેશકુમાર રજવાડી,સહમંત્રી રાજેશકુમાર શાહ તેમજ કારોબારી સભ્યો હાજર રહીને વર્ચ્યુઅલ માધ્યમથી બધા મંડળીના સભ્યો જોડાયા હતા.મંડળીએ વર્ષ ૨૦૨૦ – ૨૧ માં માતબર ૧૫ ટકા ડિવિડન્ડ જાહેર કરી સભાસદોના બેન્ક ખાતામાં જમા આપ્યુ હતુ.બાદમાં નવા ચુંટાયેલા કારોબારી સદસ્યો,જેમને ૨૦૨૪ સુધીની મુદત માટે બિનહરિફ જાહેર કરાયા. આયોજિત બેઠકમાં ચાલુ વર્ષના વ્યાજદર નફો તોટાની વહેંચણી,બહારથી દેવુ કરવાની સત્તા ઉપરાંત અન્ય કામોને લગતી ચર્ચા હાથ ધરવામાં આવી હતી.આ પ્રસંગે મંડળીના હોદ્દેદારોએ મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ માટે તેઓ કટિબધ્ધ હોવાની લાગણી વ્યક્ત કરીને મંડળીના તમામ સભાસદોને પણ સહકારી ભાવનાને વધુ મજબુત બનાવીને મંડળીના સર્વાંગી વિકાસ માટે પુરુ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ