આજરોજ ભરૂચના રેલ્વે સ્ટેશન પાસે આવેલ દાદાભાઈ બાગ અને સર્વોદય સોસાયટીમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા કસરત કરવા માટેના પાંચ લાખના સાઘનોનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
કોરોના જેવી મહામારી એ આપના જીવનમાં યોગ અને કસરતનું કેટલું મહત્વ છે એ સમજાવી દીધું હતું. બાગ બગીચાઓમાં લોકો માત્ર રમવા કુદવા મજા માણવા જ નથી આવતા પરંતુ સવાર સવારમાં અને સાંજના સમયે શરીરનાં સુખાકય માટે વ્યાયામ અને કસરત કરવા માટે બાગ બગીચાઓમા આવતા હોય છે જેથી દહેજની ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપનીની મદદ અને સી.એસ.આર ફંડ અંતર્ગત શરીરની કસરત માટે પાંચ લાખથી ઉપરાંતના એકસરસાઈઝના સાઘનો મૂકવામાં આવ્યા હતા. જેથી લોકો એકસરસાઈઝનાં સાધનોનો પૂરતો ઉપયોગ કરી શકે અને પોતાને સ્વસ્થ રાખી શકે. સાઘનોનો વૃધ્ધથી લઈને યુવાન દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકશે.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, મારૂતિસિંહ અટોદરિયા અને નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના વરદહસ્તે સાધનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં નગરપાલિકાના આગેવાનો હાજર રહ્યા હતા.
ભરૂચના દાદાભાઈ બાગ અને સર્વોદય સોસાયટીમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા કસરતના પાંચ લાખના સાધનોનું ઉદ્ઘાટન કરાયું.
Advertisement