Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાતમાં ઘોર કળિયુગ આવ્યો, સંબંધોની હત્યા કરવા પર ઉતરી આવ્યા લોકો…

Share

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વડીલો પર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સંબંધોની આવી હત્યાની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કળયુગી પુત્ર અને પૂત્રવધૂઓ સાસુ હોય કે પિતા કે પછી માતા કોઈને પણ માર મારતા ખચકાતા નથી. વડીલો હવે શેતાન દીકરાઓ માટે બોજ બની રહ્યા છે અને વૃદ્ધ માતા પિતા કોઈ ગુનેગાર હોય તેમ તેમના માર મારવામાં આવે છે. હવે 90 વર્ષના વડીલ પર વધુ એક વાર અત્યાચાર થયો હોવાની ઘટના સામે આવી છે.

અમરેલી જિલ્લાના રાજુલાના મફતપરામાં 90 વર્ષના વૃદ્ધને તેના પુત્રએ માર માર્યો છે. વૃદ્ધ ઘરની બહાર નીકળતાં પુત્રએ ઢોર માર માર્યો. કળિયુગના આ કપૂતે પિતા કાનજીભાઈને ઘરની બહાર નીકળતાંની સાથે જ પાટુ માર્યું.. 90 વર્ષના વડીલને મારને લીધે ઈજા પણ પહોંચી. આ સમગ્ર મામલે ગુજરાતી કલાકાર નીતિન જાની એટલે કે ખજૂરને જાણ થતાં જ ખજૂર ઘટનાસ્થળે દોડી આવ્યા અને આ દાદાની મદદ કરી.

Advertisement

દાદાની આવી દશાનો વીડિયો કલાકાર નીતિન જાનીએ વાયરલ કર્યો અને આ વીડિયો વાયરલ થયા બાદ રાજુલા પોલીસે ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી છે. અમરેલીમાં જ્યારે તૌકતે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે આ દાદાનું મકાન પડી ગયું હતું. મકાન પડી ગયા બાદ કલાકાર નીતિન જાનીએ એમને મકાન બનાવી આપ્યું હતું. જો કે વૃદ્ધના દીકરાએ મકાન બનાવવા માટે ના પાડી હતી. હવે એ કપૂતે વૃદ્ધને ઢોર માર માર્યો છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે અને કપૂત પર ફીટકાર વરસાવી રહ્યા છે.

આ અગાઉ પણ રાજ્યમાં મારામારીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. સુરતમાં શેતાન બની બેઠેલી પુત્રવધૂએ સાસુને ઢોર મારતી જોવા મળી હતી. આ ઘટનામાં પતિનું મોત થતા માતા ભાવનગરની સુરત દીકરાઓ સાથે રહેવા આવી હતી. પરંતુ કળિયુગી દીકરાઓએ તો માતાને સાથે ન રાખી. એક દીકરાએ રાખી તો પુત્રવધૂ શેતાની બની બેઠી. ત્યારે અગાઉ મોરબીમાં કળયુગી પુત્રે માતાને ઢોર માર માર્યો હતો.

નાના દીકરાના ઘરે માતા ગઈ તો મોટો દીકરો સાવરણીથી માતા પર તૂટી પડ્યો હતો. જ્યારે વલસાડમાં શેતાન પુત્ર પિતાને જ માર મારતો નજરે પડ્યો હતો. પિતાને મોટો દીકરો હેરાન કરતો હતો. જેથી પિતા મોટા દીકરાની ફરિયાદ કરવા નાના દીકરાના ઘરે ગયા હતા. પરંતુ ત્યાં મોટો દીકરો નાના ભાઈના ઘરે જઈને પિતાને ઢોર માર માર્યો હતો


Share

Related posts

માંગરોળ : વેરાકુઈથી રટોટી સુધી બની રહેલા રસ્તામાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોવાની બૂમો ઉઠી.

ProudOfGujarat

ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : કલરવ સંસ્થામાં શારીરિક ચેલેન્જ આપતા બાળકોની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!