ગોધરા શહેરમાં રહેતી યુવતીએ મેડીકલ ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરવાની સાથે ગોધરા શહેરનુ નામ રોશન કર્યુ છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રહેતી મુસ્લિમ યુવતી ઘાંચીભાઈ ફાએઝા હુસેન ગુજરાતની આણંદ ખાતે આવેલી એસ.પી. યુનિવર્સિટીના પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ કરમસદમાં અભ્યાસ કરી એમ.બી.બી.એસ. ની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ સાથે પાસ કરીને આગળ અભ્યાસ માટે ગીતાંજલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ઉદયપુર ખાતે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન સાથે માસ્ટર ઓફ સર્જન (ગાયનેક) માટે એડમિશન લીધું હતું એમ ફર્સ્ટ કલાસ સાથે પાસ કરીને પંચમહાલ જિલ્લાના મુસ્લિમ સમાજ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે.
વિદ્યાર્થીનીએ પોતાના વિશે જણાવ્યું કે ડોકટર બની ગરીબ લોકોની સેવા કરુ તેમના સપનાને સાકાર કરવા મેં દ્રઢ સંકલ્પ કર્યો. મને કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં એડમિશન મળ્યું. મેં સાડા પાંચ વર્ષ સુધી આ પરીક્ષા પાસ કરવા સખત મહેનત કરી અને છેવટે મેં ફર્સ્ટ કલાસ સાથે ફાઈનલ એમ.બી.બી.એસ.ની પરીક્ષા પાસ કરીને આગળ અભ્યાસ માટે ઉદયપુર ખાતે ગીતાંજલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે એડમિશન લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર ઓફ સર્જન (ગાયનેક) ફર્સ્ટ કલાસ સાથે પાસ કર્યુ છે.
પંચમહાલ રાજુ સોલંકી