Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વડોદરા મુંબઈ એક્સપ્રેસ – વે ના નિર્માણમાં થતી જમીન સંપાદનમાં થતા અન્યાય સામે જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કલેકટરને રજુઆત કરી.

Share

વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણમાં થતી જમીન સંપાદન માટે વાગરા વિસ્તારના ગામ દેરોલ, દયાદરા, થામ મનુબર, પાદરીયા, કરેલા, પીપલીયા, કેલોદના ખેડૂતોની રજુઆત મુજબ આજરોજ ભરૂચ જિલ્લા સાંસદ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે કલેકટર કચેરી ખાતે આવ્યા હતા.

ઉપર જણાવેલ ગામોના ખેડૂતોની રજુઆત મુજબ બીજા જિલ્લામાં જંત્રીનો ભાવ ઉંચી હોવાથી તેમની જમીન સંપાદનની વળતરની રકમ મોટા પાયે મળેલ છે. જેમાં વિસ્તારના ખેડૂતોને નીચલી જંત્રીએ વળતર મળ્યું છે તેથી અન્યાય થયો છે જેની સામે ભરૂચ જિલ્લાની જંત્રીનો ભાવ મળે તો ખેડૂતોની જીવાદોરી સમાન જમીન જે ખેડૂતો ગુમાવી ચાર તેનું વળતર મળી રહે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે રીતની અરજી આપી અને કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.

સરકારના તા.06/02/2017 ના હુકમ પ્રમાણે ભરૂચ જિલ્લા માટે આરબીટ્રેટ નિમણુંક થયેલ છે જે કામગીરી સામે કોઈ પણ પ્રકારના લાંબા વાંધા કે વિરોધ નથી જેથી કામગીરી ઝડપી રીતે કરવામાં આવે અને અન્યાયનો નિકાલ વહેલી તકે લાવવામાં આવે તેવી અરજી આપીને કલેકટરને વિંનતી કરવામાં આવી હતી.

Advertisement

વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતોનેએ જંત્રીનો ભાવ નીચો હોવાથી યોગ્ય વળતર મળ્યું ન હતું જેથી આજરોજ જંત્રી યોગ્ય મળી રહે તે માટે કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ખેડૂતોને સાથ સહકાર આપીને તેમને મદદરૂપ થયા હતા.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં 12 ગૌશાળા/પાંજરાપોળનાં 2743 પશુઓ માટે રૂ.20,57,250/- ગ્રાન્ટની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિ મા અર્ધ વાર્ષિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજયમાં પ્રથમ વખત દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!