Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના ખોડિયાર નગરમાં ટીપી રોડને લઈને 80 મકાન પર બુલડોઝર ફર્યું : 12.80 કરોડની જમીન ખુલ્લી કરાઇ.

Share

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નં.13 માં આવેલા ખોડિયાર નગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અઇચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનાં ધાડેધાડાં ઉતારી આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ જોડાઈ હતી. ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

80 મકાનમાં 120 પરિવાર રહે છે, જેની હાલ ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થતિ જોવા મળી રહી છે. મનપાએ ડિમોલિશન કરી 12.80 કરોડની જમીન ખુલ્લી કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13 ના ખોડિયાર નગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે 81 મકાનને નોટિસ આપવામાં આવી હતી, જેમાં 81 માંથી 80 મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો, આથી બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માંગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ખાતે ઊમટી પડ્યું હતું.

Advertisement

મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી, આથી લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે કોઠારીયા વિસ્તારમાં રૂ. 12.80 કરોડના મૂલ્યની 3181.09 ચો.મી. જેટલી જમીન પરના અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ટી.પી. રોડના દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, નીતિન રામાણી અહીંના નેતા છે તેઓ આજે ડોકાયા પણ નથી. અમે રેગ્યુલર પાણીવેરો સહિતનો વેરા ભરીએ છીએ. ગટર સાફ કરાવવાની હોય તો અમારે તેમને ફોન કરવો પડે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માગવા પહોંચી જાય છે. મનપાએ અમને ત્રણ દિવસનો જ ટાઇમ આપ્યો હતો. હવે અમારે ક્યાં જવું, કોઇ મકાન પણ તાત્કાલિક ભાડે આપતું નથી.

હાલ ઘરવખરી રસ્તા વચ્ચે પલળી રહી છે. કોરોનાકાળ દરમિયાન આ શહેરનું સૌથી મોટુ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. 80 મકાન અને દુકાન પડતા જોઈ લોકોની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. ચોમાસામાં ક્યાં રહેવા જવું તે મોટો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે. મહિલાઓના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો છે.


Share

Related posts

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની ત્રીજી યાદી આપે કરી જાહેર, જાણો કોણે મળ્યું સ્થાન.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના એક ગામે પતિએ પત્નિ અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ લખાવતા ચકચાર.

ProudOfGujarat

અરબી સમુદ્રમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, ONGC એ સવાર 9 વ્યક્તિમાંથી 6 ને બચાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!