નર્મદા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દ્વારા લેવાનારી ધોરણ–૧૦ અને ધોરણ-૧૨ ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના રીપીટર/ખાનગી/ પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાઓની વિશ્વસનીયતા વધે અને તેજસ્વી વિધાર્થીઓને ન્યાય મળી રહે તથા પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન તા.૧૫ મી જુલાઇ,૨૦૨૧ થી તા.૨૮ મી જુલાઇ,૨૦૨૧ સુધી સવારના ૧૦=૦૦ કલાકથી બપોરના ૧:૧૫ કલાક અને બપોરે ૨:૩૦ કલાકથી સાંજના ૬=૦૦ કલાક સુધીના સમયગાળા માટે નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રોમાં બે સેશનમાં યોજાશે. જેમાં નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલીકો/સંચાલકો જાહેર પરીક્ષાને લગતાં કોઇપણ સાહિત્ય પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહી. તથા ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન ઉક્ત પરીક્ષાના કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં નર્મદા જિલ્લામાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫/૦૭/૨૦૨૧ થી તા. ૨૮/૦૭/૨૦૨૧ સુધી કરવાની રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો ભંગ થયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા