આજરોજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ખાતે સેંકડો કાર્યકરો સાથે બીટીપીના વિજયસિંહ વસાવા અને ફતેસિંહ વસાવા સહિત બીજેપીના ડો.તુષારભાઈ ચૌધરી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનોની ઉપસ્થિતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જોડાયા હતા. આજરોજ યોજાયેલ કારોબારી બેઠકમાં 100 થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા.
વિપક્ષ સરકાર દ્વારા કરવામાં આવતી ગેરનીતિ અને વિકાસના નામે કરવામાં આવતા જંગી પેટ્રોલ- ડીઝલ, રાંધણગેસ સહિતનાં ભાવ વધારા સામે હવે લોકોની આંખો ખુલ્લી થઈ છે, દિન પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થઇ રહ્યો છે અને તેનો અસર દરેક ક્ષેત્રમાં પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થતા મોંઘવારીમાં પણ વધારો થયો છે. જેના ઉપર કેન્દ્ર સરકાર અનુક્ષ રાખવા માટે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો સાથે બીટીપી કાર્યકર્તા અને બીજેપી કાર્યકર્તા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં જોડાયા હતા. વિકાસના કામો માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યા છે, બીટીપીના તાલુકાનાં પંચાયતના સભ્યો અને હોદ્દેદારો જોડાયા હતા.
બીટીપી અને બીજેપી કાર્યકર્તાઓનું પક્ષ છોડવાનું મુખ્ય કારણ એ હતું કે વર્ષોથી આદિવાસી સમાજના લોકોનું કલ્યાણ થતું નથી, કોરોના જેવી મહામારી દરમિયાન લોકોને બેડ –ઑક્સીજનની અને ઘણી સવલતો મળી ન હતી, શિક્ષણ ક્ષેત્રે કોઈ સવલતો આપવામાં આવતી નથી, ગામડાઓમાં રોડ રસ્તાના સમારકામના કાર્યો માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા હોવાના ઘણા આક્ષેપો મુખ્ય કારણ બન્યા હતા.
આજરોજ વાલિયા તાલુકા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી અને બીટીપીના વિજયસિંહ વસાવા અને ફતેસિંહ વસાવા સહિત બીજેપીના ડો.તુષારભાઈ ચૌધરી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો જોડાયા હોવાથી તેમણે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આવકારવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.