ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડી થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, અંકલેશ્વર ખાતે થતી છેતરપીડી અને પૈસાની ઠગાઇ અંગે એક જ દિવસ વકીલ સહિત ત્રણ અલગ અલગ લોકોએ અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને તેઓના ખાતામાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી. એસ.બી.આઈ. ના એકાઉન્ટમાંથી પૈસાની ઠગાઇ થઈ હોવાના ફરિયાદીઓના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ફરિયાદીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, ધનજીભાઈ મોહનભાઈ પરમાર રહે, નવી દિવી પરમાર ફળિયું., અંકલેશ્વરનાઓ બીમાર હતા અને તેઓ એ.ટી.એમ ખાતે પૈસા ઉપાડવા ગયા હતા, તેમના ખાતામાં 20 હજાર કે તેથી ઉપરના પૈસા હતા જેમાં બેકનું બેલેન્સ ચેક કરતાં તેમાં પૈસા જયપુર ખાતેથી ઉપાડ્યા હોવાનું સ્ટેટમેન્ટ સામે આવતા અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવમાં આવ્યો હતો.
અન્ય ફરિયાદી શંકર ભાઈ ચીમર્યા ભાઈ રાઠવા, રહે.ઓ એન.જી.સી કોલોની અંકલેશ્વરનાઓ જેઓના એસ.બી.આઈના ક્રેડિટ કાર્ડમાંથી એક જ માહિનામાં વારાફરતી થોડા થોડા કરીને ફરીયાદીની જાણ વિના 1 લાખ ઉપરાંતના પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા જે અંગે ફરિયાદીએ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
વિજયસિંહ છોટાલાલભાઈ વાળંદ રહે.શીવમ પાર્ક ગડખોલ પાટિયા, અંકલેશ્વર કે જેઓ વકીલ છે તેઓ સાથે પણ પૈસાની ઉઠાંતરીની ઠગાઇ થઈ હતી, તા.08-07-2021 ના રોજ સવારે લોકદાલત જતી વખતે તેઓના ફોન પર ખાતામાથી પહેલા 10 હજાર અને ત્યારબાદ 7 હજાર મળીને 17 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જે અંગે તેઓ, બેન્ક પર જઈને તપાસ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
કોરોના જેવી મહામારીમાં જેમ તેમ પૈસા ભેગા કરીને સામાન્ય માણસ પોતાનું જીવન ગુજારતો હોય છે તેથી આવા થઈ રહેલા ફ્રોડ સામે પોલીસે વહેલી તકે એક્શન લેવું જોઈએ જે અંગે અંકલેશ્વર પોલીસે દરેકની ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.