નાંદોદ તાલુકાના ઓરી ગામની આરોપીએ ફરીયાદી સાથે પ્રેમ સંબંધ બાંધી તેની સાથે લગ્ન કરવાનું જણાવી ફરીયાદીને લગ્ન કરવાની ના પાડી ધાક ધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપીએ ફરીયાદી બેનના નિર્વસ્ત્ર ફોટા તથા વિડીયો બતાવી ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેઈલ કરી ફરીયાદીની સાથે ફરીયાદીની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરી ગુનો કરતા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમા નાંદોદ તાલુકાના ઓરી ગામની ભોગ બનનાર યુવતીએ આરોપી સત્યજીતસિંહ રણજીતસિંહ રાણા (રહે.ગોપાલપુરા તા.નાંદોદ જી.નર્મદા) સામે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીબેનની આ કામના આરોપી સાથે સને ૨૦૧૭ ની સાલમાં ઈન્સ્ટાગ્રામ એપથી તેઓ વચ્ચે મિત્રતા થયેલી. તે બાદ તેઓ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયેલ અને આ કામના આરોપીએ ફરીયાદીની સાથે પ્રેમ સબંધ રાખી આ કામના આરોપીએ ફરીયાદીબેનને લગ્ન કરવાનું વચન આપી ફરીયાદી સાથે અવારનવાર પોતાની વેગનાર ગાડી નંબર જણાયેલ નહી તેમાં બેસાડી લઈ જઈ શારીરીક સબંધ બાંધેલ તે ફરીયાદીબેને આરોપીને લગ્ન કરવા જણાવતા આ કામના આરોપીએ લગ્ન કરવાની ના પાડી ફરીયાદીને ગાળો આપતા આ કામના ફરીયાદીબેને આરોપી સાથે સબંધ પુરા કરી દીધેલ. તે પછી આ આરોપીએ સને ૨૦૧૯ ની સાલમાં આ કામની ફરીયાદી રાજપીપલા કૉલેજ ગયેલ તે વખતે આ કામના આરોપીએ ફરીયાદીબેનને ધાક ધામકીઓ આપી એકાંતમાં મળવા બોલાવેલ. આરોપીએ પોતાના મોબાઈલમાં પાડેલ ફરીયાદીબેનના નિર્વસ્ત્ર ફોટા તથા વિડીયો ફરીયાદીબેનને બતાવી ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેઈલ કરતા ફરીયાદીની સાથે ફરીયાદીની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરી માર મારેલ. અને તે બાદ પણ આરોપીએ ફરીયાદીને બ્લેકમેઈલ કરી અવારનવાર બળાત્કાર કરી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કરતા આમલેથા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની તપાસ કરતા મોડી રાતના મળી આવેલ હોઇ જેનો કોરોના ટેસ્ટ કર્યા બાદ અટક કરવાનો હોઈ તેને પોલીસ સ્ટેશનમાં નજર કેદ રાખેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા