ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૫/૭/૨૦૨૧ થી તા.૨૮/૭/૨૦૨૧ સુધી S.S.C./ H.S.C. (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) જુલાઈ-૨૦૨૧ની રીપીટર, ખાનગી, પૃથક વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ શાંતિમય વાતાવરણ રહે અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોચે તે માટે સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા જરૂરી પરીક્ષા કેન્દ્રો બાબતે જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.
જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર આવનારા તમામ વ્યકિતઓએ કોવિડ-૧૯ ની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. સુરત શહેરના ૧૦૨ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજાયાની અંદર ચાર કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યા અંદર ઝેરોક્ષ સેન્ટર તથા વાહનો ઉભા રાખવા નહી. પરીક્ષા બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકાયેલા કોઈ પણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.