પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયક ચિંતન શિબિર યોજવામાં આવી હતી. સૌ પ્રથમ મંચસ્થ ધર્મબંધુઓ દ્રારા તથા
ગત બુદ્ધની પ્રતિકૃતિ આગળ પુષ્પો અપૅણ કરવામાં આવ્યા તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ આયુ.જાગૃતિ બૌદ્ધ તથા આયુ.જ્યોતિ, આયુ.આયુષી દ્રારા તાલ, લય સાથે બુધ્ધવંદના કરવામાં આવી. ત્યારબાદ કે.કે.મકવાણા દ્વારા ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં કોરોના મહામારીમાં નિર્વાણ પામનાર સૌ સ્વજનોની ચિત્તની ચેતના માટે બે મિનિટનું મૌન અને પુણ્યાનું મોદન કરવામાં આવ્યું. બાદમાં મંચસ્થ મહાનુભાવોનું આયોજકો દ્રારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારબાદ વી.ડી.પરમાર દ્વારા અત્યારસુધી યોજાયેલી તમામ શિબિરોની ઝલક રજુ કરી, બૌદ્ધ ધર્મ સ્વીકારતા પહેલાં ડૉ.બાબાસાહેબનું મનોમંથનએ વિષય પર પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું. ડૉ.હરપાલ બૌધ્ધ સાહેબે તથાગત બુદ્ધે માનવ કલ્યાણ માટે આપેલો ઉપદેશ એ વિશે સુંદર વક્તવ્ય આપી, પુણ્યાનુંમોદન વ્યક્ત કયુઁ હતું. ત્યારબાદ ડૉ.બી.જે.અમીન સાહેબ, જો ડૉ.બાબાસાહેબ આંબેડકર ના હોત તો ? આપણી શું સ્થિતિ છે અને હતી. તે વિશે વક્તવ્ય આપી સૌને ડૉ.બાબાસાહેબનું ઋણ અદા કરવા વિનંતી કરી હતી. નડીયાદથી ઉપસ્થિત સમ્યક બૌધ્ધ સાહેબ દ્રારા તેમના જીવનના અનુભવો અને તથાગત બુધ્ધ, ડૉ.બાબાસાહેબના પવિત્ર સ્થળો અને પ્રવાસ વિશે સમજુતી આપી હતી. જાગૃતિ બૌધ્ધ દ્રારા પણ ધર્મ અંગે પ્રેરણાદાયક વક્તવ્ય આપવામાં આવ્યું. ગોધરાથી પી.એસ.પરમાર અને પરોલીથી મનહરભાઈ સાહેબે દ્રારા આ કાયૅને વેગ મળે તેવા સુંદર પ્રતિભાવો આપ્યા હતા. વિવિધ ધમ્મલક્ષી પ્રશ્નોત્તરી થઈ. ત્યારબાદ પી.વી.સોલંકી દ્રારા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, વિવિધ ગામોમાંથી ઉપસ્થિત ભીમ પ્રેમી, બૌધ્ધ ઉપાસકો, ઉપાસિકાઓ સૌનો આભાર માન્યો હતો. તેમજ આ કાયૅક્રમના આયોજક અશ્ર્વિનભાઈ મકવાણા, કાયૅક્રમમાં મદદરૂપ થનાર નિલેષભાઈ વરીયાનો ખુબ ખુબ આભાર માન્યો હતો. કાયૅક્રમનું સંચાલન પ્રદિપભાઈ દ્રારા કરવામાં આવ્યું.
પંચમહાલ રાજુ સોલંકી