આજરોજ મોરવા હડફ વિધાનસભા ઉમર્દેવી મુકામે કોંગ્રેસ પરિવારનો જન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગામી સંગઠનલક્ષી કાર્યક્રમો, કાર્યકર્તાઓના જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા, દેશમાં વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધારા માટેના વિરોધ શહેર અને તાલુકા કક્ષાએ પ્રદર્શનના કાર્યક્રમો અંગેની ચર્ચા વિચારણા.
વધુમાં વધી રહેલી બેરોજગારોની સંખ્યા અને ખેડૂતોને થઇ રહેલા અન્યાય બાબતે પણ આગામી કાર્યક્રમોની રૂપરેખા, આ બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ સમિતિના સિનિયર નેતા અશોક પંજાબી સાહેબ અસંગઠિત મજદૂર સંધના પ્રમુખ વિપુલ ભાઇ ત્રિવેદી સાહેબ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી સાહેબ પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેંટ કો-ઓર્ડીનેટર & કીર્તિ પંચાલ તાલુકા પ્રમુખ બાધારભાઇ બારીઆ, મહામંત્રી સુલેમાન ભાઇ, સી ટી ડામોર સાહેબ, સુરેશભાઈ કટારા, ભીમાભાઇ, કલ્યાણસિંહ, અનિલભાઇ સંગાડા, ગોવિંદભાઇ ખાંટ, તાલુકા વિરોધ પક્ષના નેતા જવાંસિંહ નટ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહયાં હતાં.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : મોરવા હડફ તાલુકા વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમ યોજાયો.
Advertisement