Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપલામાં આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલીવાર કોરોના ગાઈડલાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.

Share

– ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી

– રથયાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બન્દોબસ્ત ગોઠવાયો

Advertisement

– આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રા,શોભાયાત્રામાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો

– પુજાવિધિમાં ભાગ લેનાર તમામના RTPCR ટેસ્ટ કરવાયા.

નર્મદાના વડા મથક રાજપીપલા ખાતે આજે અષાઢી બીજના દિવસે પહેલીવાર જાહેર કરેલ કર્ફ્યુની વચ્ચે કોરોના ગાઈડલાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા નીકળી હતી. જેમાં ભક્તોએ ભગવાનના રથને દોરડાથી રથ ખેંચી ધન્યતા અનુભવી હતી. રથયાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આજની આ રથયાત્રામા 60 થી વધુ લોકોને ભેગા નહીં કરવાની પરમિશન હોવાથી તેમજ આ વખતે ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેવા પ્રતિબંધ મુકાયો હતો. તેથી સીમિત ભક્તો જ આ વખતે રથયાત્રામા જોડાયા હતા તથા પુજાવિધિમાં ભાગ લેનાર તમામને પણ રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ RTPCR ટેસ્ટ નેગેટીવ આવ્યો હોય તેવાને તેઓ જ સામેલ કરાયા હતા અને રાજપીપલામા ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલીવાર કોવીડ 19 ના પ્રોટોકોલ પ્રમાણે નીકળી હતી.

આજની આ રથયાત્રા કોરોના સંક્ર્મણને ધ્યાને લઈ રથયાત્રાનો માર્ગ ટુકાવવામા આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડીવાએસપી રાજેશ પરમાર, ટાઉન પીઆઇ તથા પોલીસ સ્ટાફ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિર, સ્ટેશન રોડ, કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુની પોષ્ટ ઓફિસ, કાછીયાવાડ, માછીવાડ ગેટ અને સફેદ ટાવર વિસ્તારોમાંથી નીકળી હતી.

આજે કલેકટરે બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે સવારના ૦૭ થી બપોરના ૦૧ કલાક સુધી કરફ્યુ નો અમલ જાહેર કરેલ હતો. કરફ્યુના આ સમયગાળા દરમ્યાન માછીવાડ ગેટથી સ્ટેશન રોડ તરફ આવતા વાહનોએ હરસિધ્ધિ ભવાની મંદિર, સંતોષ ચોકડી, કાળીયા ભૂતથી વડીયા જકાતનાકા તરફ તથા કોર્ટ ત્રણ રસ્તાથી કાળાઘોડા તરફ જતા વાહનોએ કોલેજ રોડ થઈ કાળીયા ભૂતથી હરસિધ્ધિ ભવાની મંદિર થઈ કાળાઘોડા અને વડીયા જકાતનાકા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાટે ડાઇવઝૅન અપાયું હતું. આજે પહેલીવાર ભગવાન જગન્નાથજી, દેવી સુભદ્રા અને બલરામ જનતા કર્ફ્યુની વચ્ચે નગરચર્યાએ નીકળ્યા હતા. આ રથયાત્રામા નગરપાલિકા પ્રમુખ કુલદીપ ગોહિલ, સિધ્ધેશ્વર સ્વામી સહિત ભક્તો જોડાયા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરની બેઝિક ફાર્મા કંપની દ્વારા 11 લાખ 55 હજારનાં ફુડ બાસ્કેટ કીટ બનાવી અંકલેશ્વર ઉદ્યોગ મંડળને આપી જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાની અપીલ કરી છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓને કુમકુમનો તિલક કરી મોં મીઠું કરાવીને પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો.

ProudOfGujarat

ઈન્કમ ટેક્ષ ફાઇલ ન કરનારી કંપનીઓ સામે સરકાર કડક વલણ અપનાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!