Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કેવડીયામાં સ્થપાયું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સેન્ટર, બે કલાકમાં થશે 100 ટકા ચાર્જજ..

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-વ્હિકલ સીટી તરીકે જાહેર કરીછે જે સંદર્ભે કેવડીયા ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનુ ચાર્જિંગ સેન્ટર બનાવાયુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની વિસ્તારને પ્રથમ ઇ-વ્હિકલ સીટી તરીકે જાહેર કરી હતી.  જે સંદર્ભે  કેવડીયા ખાતે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન માટેનુ ચાર્જિંગ સેન્ટર બનાવાયુ છે. જ્યાં હવે ઇ-કાર, ઇ-રિક્ષાઓ, સહીત ના ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જ થઈ શકશે.  રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે.  ટાટા પાવરે ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યુ છે. આ ચાર્જિંગ સ્ટેશન પર વાહન 2 કલાકમાં 100 ટકા ચાર્જ થઇ જશે.  જયારે આ ચાર્જિંગનું પેમેન્ટ કેસલેશ હશે. ટાટા પાવર ઇવી ચાર્જ બસ, કાર અને રીક્ષામાં પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા લઇ જવાશે. કેવડીયાને નો પોલ્યુશન ઝોન બનાવવાનો સરકારનો પ્રયાસની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતા 2 કલાકનો સમય લાગશે. વાહન ચાલકના મોબાઈલમાં ચાર્જિંગની એક એપ્લિકેશન હશે. જેમાંથી જ પેમેન્ટ ઑનલાઇન થઈ જશે. જેટલું ચાર્જિંગ થયું હશે તે પ્રમાણે પેમેન્ટ ઑટોમૅટિકલી કપાય જશે. હાલ તો એક જ ચાર્જિંગ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 2 વાહનને ચાર્જ કરી શકાશે. જયારે અગાઉના દિવસમાં અહીં સરકાર દ્વારા બીજા ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવશે. 

જ્યોતિ જગતાપ,

Advertisement

Share

Related posts

શું કાશિકા કપૂર અને અનુજ સૈની વચ્ચે તેમની આગામી ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસના સેટ પર રોમાંસ ચાલી રહ્યો છે? – એક આંતરિક છતી કરે છે

ProudOfGujarat

રાજપીપલા શહેર માટે રાહતનાં સમાચાર 32 સેમ્પલ રિપોર્ટ નેગેટીવ.

ProudOfGujarat

સુરતમાં 3 વર્ષમાં બોગસ પેપર ઉપર 24 વાહનો બતાવીને HDFC બેંકમાંથી 3.54 કરોડની લોન લઇને ઠગાઇ : 18 આરોપી સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!