Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના માંગુ ગામની સીમથી પહાડ પુલ પાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર.

Share

તિલકવાડા તાલુકાના માંગુ ગામની સીમથી પહાડ પુલ પાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જયારે મરનારની લાશ પહાડની પુલ પાસે રોડની બાજુમાં મળી આવતા પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ આદરી છે.

આ અંગેની ફરિયાદ ફરીયાદી રાજેશભાઇ શનાભાઇ બારીઆ (ઉ.વ.૪૮ ધંધો નોકરી હાલ રહે.AW63 શીવાલય બંગ્લોઝ પરિવાર ચાર રસ્તા પાસે વાઘોડીયા રીંગરોડ વડોદરા મુળ રહે.માગુ તા.તિલકવાડા જી.નર્મદા)એ અજાણ્યા ઈસમ સામેફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીના પિતા શનાભાઈ નાનાભાઈ બારીઆ (ઉ.વ.૩૦ રહે.માગુ તા.તિલકવાડા જિ.નર્મદા) ને કોઈ અજાણ્યા ઈસમે કોઈ પણ કારણોસર માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તથા ડાબા ખભાના નીચેના ભાગે ઈજાઓ કરી માંગુ ગામની સીમમાંથી પહાડ ગામના પુલ પાસે મોત નિપજાવી તેની લાશ પહાડની પુલ પાસે રોડની બાજુમાં મળી આવતા પોલીસે તપાસ આદરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

अमिताभ बच्चन और अक्षय कुमार के बाद करन आनंद की होम मेड शार्ट फ़िल्म का पोस्टर हुआ रिलीस

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ, RTI અરજીઓથી લઇને ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે

ProudOfGujarat

હેરિટેજ દિવસે રાજપીપળાનું ગૌરવ વધારતો રાજપીપળાનો વડીયા પેલેસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!