બારડોલી તાલુકામાં આવેલ મદદનીશ ખેતી નિયામક ફાર્મ કૃષિ પ્રયોગોનું નિદર્શન કેન્દ્રના કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. વિકાસશીલ ગુજરાતમાં સરકાર કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક ઢબે ઈ- ટેકનોલોજીના માધ્યમથી તમામ સરકારી કચેરીઓ બનાવી રહી હોય ત્યારે ચૂંટણીઓ આવે તે પહેલા સરકારના રખેવાળો અને સફેદ ધોતીવાળા મોટી મોટી બાંગો ફૂંકીને વિકાસના મુહૂર્ત કરતા હોય છે.
બારડોલી ખાતે આવેલ મદદનીશ ખેતી નિયામક ફાર્મ કૃષિ પ્રયોગોનું નિદર્શન કેન્દ્રની સ્થાપના 1957 માં થઈ હતી. ત્યારે આજે તે મકાન ખખડી ગયેલ, તેના ધાબાના પોપડા ઉખડી જઈ નીચે પડવા લાગેલા છે.
સ્ટીલ પણ કાટ લાગીને તૂટી ગયેલ છે અને ખખડધજ હાલતમાં હોઇ જ્યારે તે ખંડેર મકાનમાં ગુજરાતના તાજ એવા અને મહેનત કસ ખેડૂત તેના નાના-મોટા પ્રશ્નો તેમજ સરકારી અર્ધ-સરકારી કચેરીઓને લગત કૃષિ પ્રયોગશાળાના લગતા પ્રશ્નોના નિકાલ કરવા માટે ત્યાંના અધિકારીઓ પોતાના કુટુંબની પણ ચિંતા કર્યા વગર આવા ખખડધજ અને ખંડેર મકાનમાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હોય છે. ત્યારે વિકાસશીલ ગુજરાતમાં સરકાર આ બાબતે સરકાર આવા કર્મચારીઓ માટે નવા મકાનો ફાળવી ઈ-ટેકનોલોજી ઢબેની સુવિધા મળે એવી ઓફિસ કામે આવનાર આમ જનતાની માંગ ઉઠી છે.
બારડોલી : ખેતી નિયામક ફાર્મ કૃષિ પ્રયોગોના ખખડધજ અને ખંડેર મકાનમાં નિદર્શન કેન્દ્રના કર્મચારીઓ બજાવી રહ્યા છે ફરજ.
Advertisement