ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ સમોર ગામે જી.ઇ.બી. સબ સ્ટેશનની પાછળ આવેલ રહેણાક ઝુંપરપટ્ટીમાં વગર પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને ઝડપી પડ્યો હતો.
ભરુચ જિલ્લા અને જીલાની બહાર બનતાં પ્રોહિબિશનના ગુનાઓ ઘણા વધી રહ્યા છે જેને પગલે અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે મળેલ બાતમીને આધારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ સામોર ગામે આવેલ જી.ઇ.બી. સબસ્ટેશનની પાછળ આરોપી હરેન્દ્રસિહ ચંદ્રસિંહ ચૌહાણ પોતાના રહેણાંકવાળા ઝૂપડામાં એક કાપડની બેગ તથા એક મીણીયા કોથળામાં ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની 180 મી.લી. ની કાચની કુલ 44 નંગ બોટલો જેની કુલ કિંમત રૂ.4400/- અને 500 મી.લી ની બીયરની કુલ 48 નંગ બોટલો જેની કુલ કિમત 4800/- મળીને કુલ 92 બોટલોનો કુલ 9200/-ના મુદ્દામાલ સાથે અંકલેશ્વર શહેર પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરના સામોર ગામ ખાતે વગર પાસ પરમીટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
Advertisement