Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ : હત્યાની ઘટનાથી પરિવાર અને સોસાયટીના લોકો થયા એકઠાં.

Share

સુરત શહેરના ગોડાદરામાં એક યુવાનને ઢોર માર અને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. ચોરી, જુગાર અને દારૂના ધંધા સાથે સંકળાયેલા જીતુ અને વિશાલની ગેંગ બે બાઇક ઉપર આવી લાફા મારતા ભાઈને બચાવવા આવતા યુવાનની ઉપર તૂટી પડ્યા હતા. મૃતક કમલેશના ભાઈએ જણાવ્યું હતું કે, સ્થાનિક લુખ્ખાઓએ પોતાનો આતંક વધારવા મારા નિર્દોષ ભાઈની હત્યા કરી છે.

મૃતક કમલેશના ભાઈ રાહુલ મોહનસિંહ ગીરાશે એ જણાવ્યું ગતું કે, ઘટના ગતરોજ મધરાતની હતી. આ વિસ્તારમાં અસામાજિક છબી ધરાવતા જીતુ, વિશાલ અને દાદા સહિત બે બાઇક પર આવેલા ચાર જણા અચાનક મારી ઉપર તૂટી પડ્યા હતા. ત્યારબાદ બચાવવા આવેલા ભાઈ કમલેશને મારવા લાગ્યા હતા. અચાનક ચપ્પુ કાઢી મારી દેતા ભાગદોડ મચી ગઇ હતી.

Advertisement

જોકે ભાઈને કોઈ સારવાર મળે એ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું. રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, અમે બે ભાઈ અને માતા-પિતા સાથે ઘર નં.141 કૃષ્ણનગર-1 સાંઈ ટ્રસ્ટની બાજુમાં બાબા બૈજનાથ મંદિરની ગલી ગોડાદરામાં રહીએ છીએ. મારો ભાઈ કમલેશ માર્કેટમાં પેકિંગ કામ કરતો હતો. સ્થાનિક લુખ્ખાઓએ પોતાનો આતંક વધારવા મારા નિર્દોષ ભાઈની હત્યા કરી હોવાનો આરોપ મૂક્યો હતો. હાલ લિંબાયત પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ – ૧૯ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

રાજયનાં 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિ કરફયુ સાથે વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી યથાવત !

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!