– ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળે થાય છે રથયાત્રાનું આયોજન.
આગામી તારીખ 12 નાં રોજ સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે જેમાં મુખ્ય શહેર અમદાવાદમાં યાત્રાને લઈને સરકાર દ્વારા મંજૂરી આપ્યા પહેલાથી જ પૂરજોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઇનના કેટલાક નિયમો અને પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા યોજનારી છે.
ભરૂચ જીલ્લામાં પણ દર વર્ષે 4 અલગ અલગ જ્ગ્યાઓ પરથી ભગવાન જગન્નાથની યાત્રા યોજાતી હોય છે અને આ વર્ષે વધુ એક જ્ગ્યા પરથી રથયાત્રા નીકળવાની હતી, પરંતુ ભરૂચ જિલ્લાના પાંચેય આયોજકો જેમ કે ફુરજા વિસ્તારમાંથી, ઉકલીયા એસોશિએશન દ્વારા, અંકલેશ્વર વિસ્તારમાંથી, આમોદ ખાતેથી અને કસક ખાતેથી નીકળનાર યાત્રા સંદર્ભે એસ.પી સાથે મીટિંગ કરીને કોરોના ગાઈદલાઇન અંતર્ગત વિચાર વિમક્ષ કરીને વિસ્તૃત વાતચીત કરી અને તમામ આયોજકોએ યાત્રા નહી કાઢી અને મંદિરના પરિશ્રરમાં જ યાત્રા ફેરવીને રથયાત્રા સંપન્ન કરવાણી લેખિત બાંહેધરી આપી હતી.
ભરૂચ જિલ્લો કોરોના મુક્ત રહે તે માટે મીડીયાના માધ્યમથી ઓનલાઈન જ દર્શન કરે તે અંગે વિચાર વિમક્ષ કરીને રથયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.