Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુટલેગરના સરઘસ : સુરત : જેલમાંથી છુટયાં બાદ બુટલેગરે વૈભવી કારમાં ગામમાં એન્ટ્રી મારી.

Share

સુરતમાં જાણે કે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હતા. બુટલેગર ઈશ્વર વાસફોડીયાએ જેલમાંથી છૂટ્યા બાદ જેગુઆર કારમાં રેલી કાઢી હતી. તેની આગળ અને પાછળ પણ ગાડીઓનો કાફલો હતો.

જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતમાં પલસાણ તાલુકાના વાંકાનેડા ગામના ઉપસરપંચને રિવોલ્વર બતાવી ધમકી આપવાના આરોપ જેના પર છે તેવો કુખ્યાત બુટલેગર આશ્વર વાંસફોકડિયા એક ભુરા રંગની જેગુઆર કારમાં રેલી રૂપે રસ્તા પર નિકળ્યો હતો. ડીજે પર જોરદાર અવાજ સાથે મુંબઈના ગુંડાતત્વો પર બનેલું શુટઆઉટ એટ વડાલા મુવીનાએ માન્યા… સોંગ પર રેલી કાઢી હતી. ભાઈ બોલે તો.. જીને કા… ભાઈ બોલે તો પીને કા… આવા શબ્દો સાથે વિસ્તારમાં ચકચાર મચાવી મુકી હતી.

બુટલેગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર જોવાઈ રહ્યો છે અને લોકો તંત્રની કામગીરી પર આંગળીઓ ઉઠાવી રહ્યા છે. આ રેલી બુટલેગરે પોતાને ઉપસરપંચને ધમકાવવાના કેસમાં મળેલા જામીનને પગલે હરખમાં કાઢવામાં આવી હતી. જોકે હરખ કરતાં આ રેલી વિસ્તારમાં પોતાનો રોફ બતાવવા અને કાયદાના હાથમાંથી કેવો છટકી ગયો જોયું ને… તેવું બતાવવાનું વધુ હતું. પોતે લક્ઝુરિયસ કારની સનરૂફમાં બહાર આવી લોકોનું અભિવાદન ઝીલતો હતો.

Advertisement

ગામમાં લોકો પણ તેને જોવા માટે બહાર નીકળી પડ્યા હતા. ઈશ્વરની કારોનો કાફલો પણ લાંબો હતો અને સાથે સાથે ફિલ્મી ગીતો પણ વગાડવામાં આવતા હતા. જાણે કે કોઈ મોટું કામ કરીને ગામમાં પ્રવેશ્યો હોય તે રીતે બુટલેગરે ગામમાં એન્ટ્રી મારી હતી.


Share

Related posts

અમદાવાદ : કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલનો સમય બદલવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના કિડની અને લીવરનું દાન કરાયું.

ProudOfGujarat

ભરૂચ સી ડિવિઝન ખાતે કોવિડ-19 ની નોટિફિકેશન અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!