જનજાગૃતિ મંચ, ગુજરાત, સુરત દ્વારા મહોદય રાજ્યપાલને ઉદેશીને સુરત કલેકટરને આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું.
આવેદનમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણીબાદ બંગાળામાં હિંસાનો દોર ચાલુ થયો હતો. તેમાં ઘરો, દુકાનોમાં ચોરી, લૂંટફાટ થઈ હતી તેમાં 50 જેટલાં વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. 3700 જેટલાં ગામો ખાલી કરાવવામાં આવ્યા હતા. 40,000 લોકો વિસ્થાપિતો થયા હતા. જે જંગ્લોમા રહેવા ચાલી ગયા હતા. તેઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. લોકોની સંપત્તિ અને સરકારી સંપત્તિને અંદાજે એક કરોડની સંપત્તિને નુકસાન થયું હતું. જન જાગૃતિ સુરક્ષા મન્ચ જાગૃતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે બંગાળના ઈલેક્શન બાદ જે ઘરો, દુકાનોમાં ચોરી લૂંટફાટની ઘટના બની હતી તેમાં કસૂરવારની સામે સર્વોચ્ચ અદાલત સીટની રચના કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ઘર વિહોણા તમામ લોકોને પી.એમ.આવાસ યોજના હેઠળ ઘરો બનાવી આપવામાં આવે, શિક્ષણ મફત આપવામાં આવે અને દર મહિને વેતન ચૂકવવા માટે મહોદય રાજ્યપાલ પાસે માંગ કરી છે. જનજાગૃતિ સુરક્ષા મંચના અરવિંદ વસાવા(કેવડી), જગદીશ પટેલ(વાંકલ), કંચન વસાવા, ધર્મેશવસાવા, ચંપકચૌધરી, માનસિંગ ચૌધરી, સોહંગ ચૌધરી વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ