નર્મદા જિલ્લામા વરસાદ ખેંચાયો છે. જિલ્લામાં વરસાદ પડતો હોવાથી ભર ચોમાસે અસહ્ય ગરમી પડી રહી છે. વરસાદ અદ્રશ્ય થયો હોવાથી નર્મદાના તમામ ડેમોમા પાણીની આવક ઘટી જવા પામી છે. ડેમો ખાલી થવા માંડયા છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી રહી છે. હાલ કરજણ ડેમમાં વરસાદ ખેચાતા માત્ર 43.79% પાણી બચ્યું છે. અર્થાત 56% ડેમ ખાલી થઈ ગયો છે. કરજણ ડેમના બંને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ પડતા વીજ ઉત્પાદન થપ્પ થઈ ગયું છે. હાલ કરજણ ડેમની સપાટી 102.01 મીટર છે. લાઈવ સ્ટોરેજ 211.91 મિલિયન ઘન મીટર છે. જયારે ગ્રોસ સ્ટોરેજ 235.92મિલિયન ઘન મીટર છે.
હાલ વરસાદ ખેંચાયો હોવાથી ગરમીને કારણે બાષ્પીભવન થઈ જવાથી ડેમનું પાણી ઉડી જવાથી પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. હજી વરસાદ ખેંચાતા ખેતીના પાક અને બિયારણ નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો સિંચાઈ માટે કરજણ જળાશયના કેનાલોમા પાણી છોડવાની માંગ ઉઠી છે. ત્યારે ડેમ હજી ખાલી થશે. જો આ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો ડેમોની સ્થિતિ નાજુક બની શકે છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા