ગોધરાની જાણીતી શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના એન.એસ.એસ. વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના “અંડરસ્ટેન્ડિંગ એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ” વિષય પર ઓનલાઈન વેબીનારનું આયોજન થયું હતું. આ વેબીનારમાં રાજ્યની વિવિધ 150 થી વધુ યુનિ. તથા કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લઈને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. પ્રોગ્રામમાં ખાસ પક્ષીઓને ઓળખવા માટે તથા તેમનું જતન કરવા માટે પ્રથમ વ્યાખ્યાન પ્રો. અનિલ ભટ્ટ (અધ્યક્ષ, ભૌતિકશાસ્ત્ર વિભાગ, નવયુગ સાયન્સ કોલેજ, સુરત) દ્વારા અપાયું હતું. તેમણે ખાસ આપની આજુબાજુના તથા ખેતીવાડીમાં જોવા મળતા પક્ષીઓનો પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ બીજા વક્તવ્યમાં જામનગર થી પ્રો. વિશાલ મૂલીયા સાહેબે પોતાની આગવી શૈલીમાં “ફન વિથ સાયન્સ” વિષયમાં સાયન્સ ટૂન, સાયન્સ વિથ પોએમ્સ, સાયન્સ વિથ એનિમેશન જેવી ટેક્નિકથી વિદ્યાર્થીઓને સાયન્સના અઘરા ગણાતા વિષયો સરળતાથી સમજાવ્યા હતા. આ ખુબ જ સુંદર વક્તવ્યમાં સૌ કોઈને ખુબજ શીખવા મળ્યું હતું. કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિ. ના કુલસચિવ ડો. અનિલ સોલંકી સાહેબે હાજરી આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત મીડિયા કન્વીનર SGGU, ડો. અજય સોની, એમ એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ, ડો. કિશોર વ્યાસ તથા રાષ્ટ્રપતિ એવોર્ડિ-મયંક શાહ, એમ એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. યસવંત શર્મા, એન.એસ.એસ. કોર્ડિનેટર –નરસિંહભાઈ પટેલ, ગોવિંદ ગુરુ યુનિ., ઉપરાંત રાજ્યની વિવિધ કોલેજોના આચાર્યઓ, અધ્યાપક ઓ અને વિદ્યાર્થીઓએ ખાસ પ્રોગ્રામનો લાભ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.બી.પટેલે વિદ્યાર્થીઓને ખાસ આવા જ્ઞાન ઉપયોગી પ્રોગ્રામનો વધુમાં વધુ લાભ લેવા આહ્વાન કર્યું હતું. પ્રોગ્રામના અંતે આભાર વિધિ, કોલેજના ભૌતિક શાસ્ત્ર વિષયના કંદર્પ પુરાણી કરી હતી. સમગ્ર પ્રોગ્રામ નું સફળ આયોજન અને સંચાલન બોટની વિષમાં આસી. પ્રોફેસર અને NSS પ્રોગ્રામ ઓફિસર તેમજ કાર્યક્ર્મના ઓર્ગેનાઇજિંગ સેક્રેટરી ડો. રૂપેશ નાકરે કર્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા “પક્ષીઓની ઓળખ” અને “સાયન્સ વિથ ફન” વિષય પર ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.
Advertisement