Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત.

Share

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન દુ:ખદ બનાવ બન્યો હતો. રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે આ ઘટના બની હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક રીક્ષાએ વાહનોને અડફેટે લીધા હતા. રીક્ષાએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં હીનાબેન નામના મહિલા પોલીસ કર્મચારી વધુ ઘવાયા હતા. તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનારા લીનાબેનને સુરત સિવિલ હોસ્પિટલમાં જ પોલીસ કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પાંડેસરા પોલીસના કર્મચારીઓ સહિતના લોકોએ સેલ્યુટ આપીને શ્રદ્ધા સુમન વ્યક્ત કર્યું હતું. મૃતકના અંતિમ સંસ્કાર તેમના વતનમાં કરવાના હોવાથી મૃતદેહને બનાસકાંઠા લઈ જવામાં આવ્યો હતો.

પાંડેસરા પોલીસ ચોકીથી મળતી વિગતો અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લીનાબેન બચુભાઇ ખરાડે રહે, સાંઈબાબા સોસાયટી પિયુષ પોઇન્ટ પાંડેસરા, 5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં. બુધવારની રાત્રે નાઈટ ડ્યુટીમાં તેઓ જયશ્રી ભોયા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર સાથે ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા. મધરાત્રે એક રીક્ષા ચાલકને ઉભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલકે રીક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીઓને અડફેટે લઈ નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બંને પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં મૌસમનાં પહેલા વરસાદથી આંનદનો માહોલ

ProudOfGujarat

રશિયા, યૂક્રેન વચ્ચે યુદ્ધ સર્જાતાં પોલેન્ડના નાગરિકોએ હનુમાનજીનું શરણ સ્વીકાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!