Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું મંદિરના પ્રાંગણમાં ભગવાનનું મામેરુ પાથરવામાં આવ્યું.

Share

ગુજરાત સરકારે કેબિનેટ બેઠક અને કોર કમિટીની બેઠકમાં અમદાવાદની રથયાત્રા અંગેના આયોજનને લગતું વ્યવસ્થાપન આખરી કરી દીધું છે, જોકે આ અંગેની જાહેરાત કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ ઉતાવળ નહીં કરે.

સરકારનાં સૂત્રો અનુસાર, આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી રથયાત્રાના આગલા દિવસે, એટલે કે રવિવારે સાંજે જગન્નાથ મંદિરની મુલાકાત લઈને એ જ વખતે કરશે. રથયાત્રા બાબતે બુધવારની કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે પરંતુ એની જાહેરાત અત્યારથી કરી દેવાય તો એની વિરુદ્ધ કોર્ટમાં પિટિશન થાય તો કાયદાકીય ગૂંચમાં પડીને આખો મામલો ખેંચાઈ જાય.

એને બદલે એક દિવસ અગાઉ નિર્ણય જાહેર થાય તો એ અંગેની કોઇ તક રહે નહીં. ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રાને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું નિજ મંદિરનું મામેરુ પાથરવામાં આવ્યું છે. આ વર્ષે ભગવાન જગન્નાથ અલગ અલગ પરંપરાગત વેશમાં જોવા મળશે.

Advertisement

શનિવારે અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પરત આવે ત્યારથી રથયાત્રા અને ત્રીજ સુધીના ત્રણેય ભાઈ બહેનના વાઘા, અલંકારોના દર્શન મંદિરમાં યોજાયા છે. નેત્રોત્સવ, રથયાત્રા, મામેરાના યજમાનો વાજતે ગાજતે ભગવાનનું મામેરું લઈને મંદિરમાં પહોંચ્યા છે. ભગવાન જગન્નાથ સહિત ત્રણેય ભાઈ બહેનના યજમાનમાં અમાસના અરવિંદભાઈ, એકમના દિવસના પ્રતાપભાઈ ઠાકોર, મંગળા આરતીના ભૂષણ ભટ્ટ અને અષાઢી બીજના નિખિલને ગણેશભાઈ રાવલ જ્યારે ત્રીજના યજમાન પ્રિંદુ ભગત છે.

ગત વર્ષે કોરોનાના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી ન હતી. પરંતુ આ વર્ષે ભગવાનની રથયાત્રા ચોક્ક્સ નીકળશે તેવી આશા લોકોમાં અને યજમાનોમાં છે. સરસપુર હોય કે મંદિરના યજમાન તમામ લોકો આ વર્ષે ભગવાન નગરચર્યાએ નીકળશે તેવી આશા સાથે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગમાં છે.

રથયાત્રાના યજમાન અને ભક્તોએ મંદિરના પ્રાંગણમાં ગરબા કર્યા હતા. મહારાષ્ટ્રીયન પાઘડી, વાઘા અને અલંકારો વગેરે જમાલપુર મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવેલા મામેરાના દર્શન લોકોએ કર્યા હતા. ઓનલાઈન દર્શન રાખવા છતાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરમાં ‘નાથ’ના દર્શન માટે ઉમટી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે આ વર્ષે મામેરામાં મહારાષ્ટ્ર પહેરવેશના પાઘડી સહિતના વાઘા બનાવવામાં આવ્યા છે.


Share

Related posts

ઝઘડીયાના તલોદરા ગામે ગાડી પાર્ક કરવા બાબતે પિતરાઇ ભાઇઓ બાખડયા.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : સિવિલ રોડથી નવી વસાહત થઈ સ્ટેશન તરફ જતાં રસ્તાનું સમારકામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!