માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતીના હસ્તકે ૪૦ જેટલા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોને આંગણવાડી માટે એક ઉત્સાહ મળી રહે અને ખાનગી શાળામાં જે પ્રમાણે ગણવેશથી બાળકોને ઓળખ મળે છે તેવી ઓળખ આંગણવાડીના બાળકોને પણ મળી રહે તે હેતુથી ગણવેશ વિતરણ કરાયું હતું. પ્રાર્થનાં બાદ સમગ્ર કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ઝંખવાવ ગામની અલગ અલગ આંગણવાડીઓનાં કુલ ૪૦ જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતાં. ઉપરાંત મમતા દિવસ નિમિત્તે બાળકોને બિસ્કીટનાં પેકેટ વિતરણ કરાયા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં દંડક દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ ગામીત, ભાજપનાં અગ્રણી શાંતિલાભાઈ વસાવા, સમીરભાઈ કડીવાલા, જીગ્નેશભાઈ નાઈ, સિડીપીઓ શાંતાબેન ચૌધરી અને આંગણવાડીના તેડાગર બહેનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા વાંકલ