Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : કોરોનાની ત્રીજી લહેર સામેની તૈયારી : લીંબડી આર.આર. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ અને હોસ્પિટલના નવા સાધનોનું પણ લોકાર્પણ કરાયું.

Share

સુરેન્દ્રનગર જિલ્લા માં બીજો પ્લાન્ટ સુરસાગર ડેરી અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના સહયોગ થી શરૂ કરવામાં આવ્યો ઓક્સિજન પ્લાન્ટ આજ થી શરૂ કરવામાં આવ્યો ત્યારે આવનાર સમયે હોસ્પિટલમાં માં દર્દીઓને ઓક્સિજન ની અછત નહિ રહે ત્યાંરે આ લોકાર્પણ લીંબડી ધારાસભ્ય તથા ડેપ્યુટી કલેકટર ના હસ્તે કરવામાં આવ્યું અને 25 થી વધારે બેડના દર્દીઓને મળશે ઓક્સિજન મળી રહેશે
હાલ માં સમગ્ર ભારત માં કોરોના મહારોગ ના ભરડા માં આવી ગયું છે ત્યારે ગુજરાત માં ઘણા કેશો વધી ગયા હતા તો હમણાં હમણાં કોરોના ની બીજી લહેર માં અનેક લોકો ના ઓક્સિજન ના અછત ને લીધે મૃત્યુ પામ્યા છે. અને હજુ ત્રીજી લહેરની શક્યતાઓ ને લઈ ત્યારે સરકારે ગુજરાત અનેક જગ્યા એ ઓક્સિજન પ્લાન્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી આર.આર.હોસ્પિટલમાં 7 લાખ ના ખર્ચે કરેલ ઓક્સિજન પ્લાન્ટ સુર સાગર ડેરી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના સહયોગ થી ઉભો કરવા માટે સરકાર દ્વારા મંજૂરી અપાઈ હતી. અને ઓક્સિજન બનાવવમાં આવેલ તેમજ લીંબડી ધારાસભ્ય એ પોતાની ગ્રાંટ રૂ. 23 લાખ 25 હજાર માંથી હોસ્પિટલ માટે ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા ગ્રાંટ સહિત ફાળવવામાં આવી હતી. આમ કુલ ટોટલ 32 લાખ 31 હજાર રકમ ખર્ચ કરવામાં આવેલ હતા.. તેમજ લીંબડી આર.આર. હોસ્પિટલમાં જ્યારે કોઈપણ દર્દીઓ ને ઓક્સિજન જરૂરિયાત પૂરી કરવા માટે ઓક્સિજન પ્લાન્ટ નો લોકાર્પણ આજે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ષનસિંહ સોલંકી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લીંબડી સ્ટેટ યુવરાજ જયદીપસિંહબાપુ, ગેડિયા મહંત લાલદાસજીબાપુ, સુરેન્દ્રનગર સુરસાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, લીંબડી તાલુકા પંચાયત કૃષ્ણસિંહ રાણા, ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, પ્રદેશ કિસાન મોરચા પૂર્વ મંત્રી રાજભા ઝાલા, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, લીંબડી આર.આર.હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ટ ડો. સ્નેહલ પરીખ, ડો. જૈમીન ઠાકર, ડો.ડી.કે.જોશી, ડો. રોનીભાઈ મહેતા, ડો. ડી.કે. પરમાર, યશવંતસિંહ પરમાર, રાજકીય આગેવાનો, શહેરી જનો, હોસ્પિટલ નર્ષિગ સ્ટાફ, સહિત ઉપસ્થિત રહિયા હતા… અને કાર્યક્રમ ના અંતે મહાનુભાવો
દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવેલ કરવામાં આવેલ ત્યારે બાદ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ગ્રાન્ટ માંથી ખરીદેલ આરોગ્યલક્ષી સાધન સામગ્રીનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

ProudOfGujarat

જુનીયર કલાર્કની પરીક્ષા સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થી બેસાડવાના ગુનામાં 4 ઝડપાયા

ProudOfGujarat

પશ્ચિમમાં વિકાસ – ભરૂચ મહંમદપુરા ટ્રાયએન્ગલ બ્રિજની કામગીરીનું કાઉન્ટ ડાઉન શરૂ, આવતી કાલથી થઈ શકે છે કામગીરીની શરૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!