આગામી સમયમાં ધોરણ 10 અને 12 ના રિપીટર્સ વિદ્યાર્થીઓ તેમજ કોલેજોમાં ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે, જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્ય ન જોખમાય અને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભરૂચ જિલ્લામાં ફક્ત વિદ્યાર્થીઓ માટે અલાયદા વેક્સીનેશન સેન્ટરો ઉભા કરવા માટે ભરૂચ જિલ્લા NSUI ના પ્રમુખ યોગેશ પટેલે આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી.
ભારત સરકાર દ્વારા વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે જે રીતે વેક્સીન સેન્ટરની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી એ જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે અગાઉના સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12 ના રિપીટર્સ તેમજ યુનિવર્સીટીની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓ માટે અલગ વેક્સીન ડ્રાઈવ શરૂ કરવામાં આવે તથા પરીક્ષા મોકૂક રાખવાની ચીમકી સાથે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
Advertisement