Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

Share

હજી પણ કોરોનાની લહેર ચાલી રહી હોઈ અમાસના દિવસે કુબેરભંડારીના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોઈ આ વખતે 09/07/2021 ને (અમાસ) ના દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

મંદિરના ટ્રસ્ટી રજની કુમાર પંડ્યાના જણાવ્યા અનુસાર કુબેર મંદિર અને તેને લગતા તમામ મંદિર તારીખ 09/07/2021 ને (અમાસ) ના દિવસે જ બંધ રહેશે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ટ્રસ્ટે સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે. તારીખ 10/07/2021 શનિવારથી રાબેતા મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે. ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા રાખવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં આ તારીખ બાદ ફરી આવશે વરસાદ

ProudOfGujarat

ભરૂચના યોગી પટેલે જન્મદિન નિમિત્તે મંદિરોમાં લાઉડસ્પીકરનું દાન કરવાનું લીધો સંકલ્પ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા અને શહેરા નગરપાલિકાનાં પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 મી માર્ચે સામાન્ય સભાની બેઠક યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!