– ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકમાં સતત સાતમી વખત અરુણસિહ રણા બિનહરીફ ચેરમેન બનશે.
ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકમાં સતત સાતમી વખત સહકારી ક્ષેત્રના કદાવર નેતા, એપીએમસી ના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા ચેરમેન બનશે. તે દરમિયાન તેમને જણાવ્યું હતું કે આ વિજય ડિરેક્ટરોનો વિજય નથી પણ ભરૂચ તથા નર્મદા જિલ્લાની તમામ સહકારી મંડળીનો વિજય છે.
ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેન્કની બોર્ડની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે 19 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા અને સતત સાતમી વખત વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ચેરમેન બન્યા હતા. 19 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં જ ભરૂચ જિલ્લાના સરકારી ક્ષેત્રના કિંગ ગણાતા અને વાગરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અરુણસિંહ રણા આવનારા સમયમાં સતત સાતમી વખત ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકના બિનહરીફ ચેરમેન બનશે.
વિવિધ વિભાગોની અલગ કુલ 21 ચૂંટણીની પ્રક્રિયા ગત 18 મી જૂનથી જ શરૂ થઇ ગઈ હતી. જેમાં ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે અરૂણસિંહ રણાની પેનલના 19 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરતા સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.