અંકલેશ્વરના સારંગપુરમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલોનું રીફીલિંગનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જે કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગર સોનલપાર્કમાં ચામુંડા જનરલ સ્ટોર કરિયાણાની દુકાનમાં એક ઈસમ બકસી રોશનભાઈ ખત્રી કે જે પોતાની દુકાનમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરીને વેચાણ કરે છે.
જેથી અંકલેશ્વર પોલીસ દ્વારા મળેલ બાતમીને આધારે ખાનગી વાહન મારફતે દુકાન ઉપર એક ઈસમ હાજર હોય અને તેની દુકાનમાંથી એક લાકડાના ટેબલ ઉપર રિલાયન્સ કંપનીનાં ગેસની એક મોટો બોટલ ઊંધો કરીને નીચે ડિજિટલ કાંટા પર મુકેલ 2 નાનાં લાલ કલરના ગેસની બોટલમાં રીફીલિંગ પાઇપ વડે ગેસ ટ્રાન્સફર કરતો હોવાનું જણાતા ગેસ રીફીલિંગનું ગેરકાયદેસર કૌભાંડ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસ દરોડા પાડતા દુકાનમાંથી 7 ગેસ સિલિન્ડર સહિત વજનકાંટો અને પાઇપ મળીને કુલ 17,000/- થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
અંકલેશ્વર પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અગાઉ પણ ઘણીવાર સારંગપુર વિસ્તારમાંથી આ પ્રકારના કૌભાંડો અંકલેશ્વર પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા.