આજરોજ કંસાલી પ્રાથમિક શાળામાં 65 જેટલાં વ્યક્તિઓએ રસીકરણનોં લાભ લીધો હતો. મંત્રી ગણપતસિંહ વસાવાના દોરવણી હેઠળના રસીકરણ અભિયાન અંતર્ગત આજરોજ ટી.ડી.ઓ. શિવાંગી શાહના માર્ગદર્શન હેઠળ કંસાલી ગામે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.
કંસાલી ગામે તાલુકા પંચાયત સીટ આંબાવાડીના સભ્ય તૃપ્તિબેન મૈસુરીયા, કંસાલીના સરપંચ અંકિતા ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી સમીર ચૌધરી, વિસ્તરણ અધિકારી ચુનીલાલ ચૌધરી, તલાટીકમ મંત્રી લક્ષ્મી ગામીત, હેલ્થવર્કરો, આંગણવાડી બહેનોની હાજરીમા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રસીકરણ માટેના જનજાગૃતિ કાર્યક્મમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માંગરોળ તાલુકા પંચાયત સીટ દીઠ શરૂ કરેલ રસીકરણના પ્રથમ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરતા જણાવ્યુ કે તાલુકાના દરેક સભ્યો રસીકરણના દરેક કાર્યકમો આ રીતે સફળતાથી પાર પાડશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ