ભરુચ જીલ્લામાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે જાણે ગેરકાનૂની કૃતય કરનારાઓને હવે પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી તેમ બેફામ રીતે ખુલ્લેઆમ રીતે ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે.
ગત તા. 02/07/2021 ના રોજના રોજ ઝાડેશ્વર રોડ ઉપર આવેલ નર્મદા ચોકડી એસ.ટી. બસ સ્ટેશનમાં પાર્ક કરેલ સ્પ્લેંડર ગાડી નંબર GJ-16-J-2490 જેની કી.રૂ.૧૦૦૦૦/- ની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટના સીસીટીવી કેમેરા તથા ઈ-ગુજકોપના “પોકેટ કોપ” તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા સમગ્ર બનાવમાં ત્રણ વ્યક્તિઓ આવી ફરીયાદીના સ્પ્લેંડર બાઈકની ઉઠાંતરી કરતા જોવા મળેલ હતા જેની તપાસ શરૂ કરેલ અને ગણતરીના દિવસોમાં જ ચોરી ગયેલ સ્પ્લેંડર નંબર GJ-16-J-2490 ની સાથે ત્રણ આરોપીઓને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ :
1. ભૂપેન્દરસીંગ ઉફે પિંન્ડા સુખવંતસીંગ પ્રીતસીંગ ગીલ, રહે, જોલવાગામ ગેટ નંબર ૦૧ ની પાસે, – વાગરા, ભરૂચ
2. હરપ્રીતસિંગ સરુીન્દરસીંગ મજબી રહે, જોલવાગામ ગેટ નંબર ૦૧ ની પાસે, – વાગરા, ભરૂચ
3. રાજવિંદરઅલી કશ્મીરઅલી નબીબક્ષ, રહે, જોલવાગામ ગેટ નંબર ૦૧ ની પાસે, – વાગરા, ભરૂચના ઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.