Proud of Gujarat
FeaturedGujaratINDIA

“ચાલો શ્વાસ વાવીએ” કાર્યક્રમ અંતર્ગત જેસીઆઇ ભરૂચ દ્વારા થવા કોલેજ ખાતે વૃક્ષારોપણ કરાયું.

Share

જેસીઆઈ ભરૂચ અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના સહિયારા સહયોગથી પર્યાવરણના રક્ષણ માટે નેત્રંગ તાલુકાના થવા ખાતે બીએડ કોલેજના મેદાનમાં યોજાયેલ વૃક્ષારોપણના પ્રથમ ચરણમાં જેસીઆઇ ભરૂચના પ્રમુખ જગદીશભાઇ પટેલ દ્વારા વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો, સ્થાનિક ગ્રામજનો, શિક્ષકો અને અન્ય અગ્રણીઓ સાથે નાનાલાલ વસાવા કન્વીનર, યોગેશભાઈ જોષી, દિનેશભાઇ ચૌધરી, કૌશલભાઇ પારેખ, મનમોહનસિંહ યાદવ, રંજનબેન વસાવા, માધવસિંહ વસાવા, રાજેન્દ્રભાઇ કોઠારી વગેરે હાજર રહ્યા હતા.
સંસ્થા દ્વારા ૨૦૨૧ થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલ છે.

ઉલ્લેખનીય છે કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મોટુ યોગદાન હોય છે. હાલના સમયમાં રસ્તા બનાવવા તેમજ ઔધોગિક વસાહતો તેમજ રહેણાંક વસાહતોની સ્થાપના માટે અસંખ્ય વૃક્ષોનું નિકંદન કઢાતુ હોય છે ત્યારે જેટલા વૃક્ષો કપાય તેના જેટલા જ નવા ઉગાડાય તો પર્યાવરણની સમતુલા જળવાય રહે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આગ પ્રજ્વલિત થતા મહત્વનાં કાગળો આગમાં ખાખ…

ProudOfGujarat

રાહ વીજળીના કડાકાઓ સાથે ધડબડાટ મેહુલિયાની જોવાતી ને કોપાયમાન પ્રિયતમા વરસી પડી.

ProudOfGujarat

માંગરોળ : મહુવેજ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી ભોજન સમારંભ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!