Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIA

આમિર ખાન એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા : 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી લીધો નિર્ણય.

Share

બોલીવુડ અભિનેતા આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તે પત્ની કિરણ રાવ સાથે પરસ્પર સહમતિથી છૂટાછેડા લઇ રહ્યા છે. બંનેએ 28 ડિસેમ્બર 2008 ના રોજ લગ્ન કર્યા હતા. 15 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્ન જીવનની બાબતમાં પર્ફેક્ટ હસબન્ડ સાબિત નથી થઈ રહ્યા.

લેટેસ્ટ સમાચાર પ્રમાણે આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતિથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે, તેવું મીડિયા સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે ખરું.

Advertisement

આમિર ખાન અને કિરણ રાવે 28 ડિસેમ્બર, 2008 ના રોજ લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન બંનેને એક પુત્ર આઝાદ પણ છે. તે પહેલાં આમિર ખાને રીના દત્તા સાથે 18 એપ્રિલ, 1986 ના રોજ લગ્ન કર્યાં હતાં. તે લગ્નથી તેમને દીકરો જુનૈદ અને દીકરી ઇરા છે. બંનેએ 2002 માં ડિવોર્સ લીધા હતા.


Share

Related posts

લીંબડીમાં કુવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડતી લીંબડી પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલમાં બે જુથો વચ્ચે અથડામણ થતા તંગદિલી સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!