ભરૂચ જિલ્લામાં અને જિલ્લાની બહાર ચોરી મારામારી લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા બની રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાડ ફળિયામાં સત્તા બેટિંગનો ગણનાપાત્ર કેસ અંકલેશ્વર ડીવીઝન તથા અંકલેશ્વર શહેર પોલીસે શોધી કાઢ્યો હતો.
ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ગતરોજ મળેલ બાતમીને આધાર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના તાડ ફળિયામાં રેઇડ કરતા રોકડા રૂ.20,940/-, મોબાઈલ નંગ 2 કિંમત રૂ.5500/-, હોન્ડા મોટર સાઇકલ જેની કિંમત રૂ.25,000/- મળીને કુલ રૂ. 51,440/-ના મુદ્દામાલને જપ્ત કરીને સ્થળ પરથી છ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અન્ય બે ઈસમો નાસી જતા તેમના વિરૂધ્ધ અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી.
આરોપીઓ :-
(1) શાહવાઝ ઉર્ફે શાનું શકીલ અહેમદ મુલ્લા, રહે, તાડફળિયા, અંકલેશ્વર શહેર, ભરૂચ.
(2) હિતેશકુમાર શનાભાઈ પટેલ રહે, સુરતી ભાગોળ, અંકલેશ્વર શહેર, ભરૂચ.
(3) છત્રસિંહ રામુભાઇ વસાવા, રહે, વેરાઈ ફળિયું, અંકલેશ્વર શહેર, ભરૂચ.
(4) નીરવકુમાર ભરતભાઈ મોદી રહે, સુથાર ફળિયું અંકલેશ્વર શહેર, ભરૂચ.
(5) અશોકભાઈ શિવદાસ ગુલાલે રહે, આંબાવાડી, અંકલેશ્વર શહેર ભરૂચ.
(6) જયંતીભાઈ રામજીભાઈ વસાવા રહે, તલાવિયાવાડ, અંકલેશ્વર, ભરૂચ
બે ફરાર આરોપીઓ
(7) ઈરફાન ઉર્ફે ચક્કર રહે, અંકલેશ્વર ભરૂચ.
(8) સલીમ ઉર્ફે લંગાડો રહે, પાલેજ ભરૂચ નાઓની તપાસ અંકલેશ્વર શહેર પોલીસે શરુ કરી દીધી હતી.