Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ ઇસ્યુ કરવામાં થતા વિલંબથી જનતાને હાલાકી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે મામલતદાર કચેરીમાં લોક કાર્યો બાબતે વિલંબ થતો હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે. આ અંગે જાણવા મળ્યા મુજબ તાલુકાની જનતાના રેશનકાર્ડો બાબતની જરુરી કામગીરીમાં વિલંબ થાય છે. સામાન્યરીતે રેશનકાર્ડ સંબંધિત કામોનો ૧૫ દિવસ જેટલા સમયગાળામાં નિકાલ થવો જોઇએ, તેને બદલે હાલ ત્રણ મહિના જેટલો સમય લેવાતો હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે. રેશનકાર્ડ સંબંધિત કામગીરીમાં નવુ રેશનકાર્ડ મેળવવા બાબતની અરજી, રેશનકાર્ડનુ વિભાજન કરીને અલગ રેશનકાર્ડ મેળવવાની અરજી તેમજ રેશનકાર્ડમાં નામો દાખલ કરવાની અને કમી કરવાની અરજીઓનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળ્યા પ્રમાણે પહેલા એમ હતુ કે રેશનકાર્ડ સંબંધિત અરજી પુરવઠા વિભાગમાં આપીને ચેક કરીને જનસેવા કેન્દ્રમાં રુ.૨૦ ની એન્ટ્રી પાડીને પુરવઠામાં આપો એટલે ૧૫ દિવસમાં અરજીનો નિકાલ થાય. પરંતુ હાલ રેશનકાર્ડ સંબંધીત કામગીરીમાં અરજદારોની અરજી એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરીને આ કામગીરી ત્રણ મહિના જેટલો લાંબો સમય લેતી હોઇ, લોક કામો ગુંચવાતા હોવાની લાગણી જનતામાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે. ઉપરાંત તાલુકામાં બીપીએલ રેશનકાર્ડોની બાબતે પણ તેને લગતી યોગ્યતા સચવાતી નથી. સામાન્યરીતે આર્થિક રીતે નબળા ગરીબ પરિવારોને બીપીએલ યાદીમાં સમાવાતા હોય છે. સરકાર તરફથી અપાતા વિવિધ કેટેગરીના રેશનકાર્ડોમાં બીપીએલ રેશનકાર્ડનો પણ સમાવેશ થાય છે. સામાન્યરીતે જે પરિવારોના નામ બીપીએલ યાદીમાં હોય તેવા લોકો બીપીએલ રેશનકાર્ડ મેળવવા પાત્ર ગણાય. પરંતુ હાલ ઝઘડીયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડ મેળવવા માટે જે વ્યક્તિઓ તેને યોગ્ય નથી તેવી વ્યક્તિઓ પાસે પણ બીપીએલ રેશનકાર્ડો હોવાની વાતો સામે આવી છે. જે લોકોના નામ બીપીએલ યોજનામાં નથી તેઓને કેવી રીતે બીપીએલ રેશનકાર્ડો અપાયા છે, એ બાબતે સવાલો ઉઠવા પામ્યા છે. જો આ બાબતે તટસ્થ તપાસ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના જણાય છે.બીપીએલ ને લાયક યોગ્યતા નહિ ધરાવતી વ્યક્તિઓ કેવી રીતે બીપીએલ રેશનકાર્ડોની માલિક બની ? બીપીએલ રેશનકાર્ડો બાબતે ઉભી થયેલી અસંગતતાને લઇને તેને લાયક ઘણી યોગ્ય વ્યક્તિઓને અન્યાય પણ થઇ રહ્યો છે. ત્યારે તાલુકામાં બીપીએલ રેશનકાર્ડો બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના જણાય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : દહેજ ફાટક પાસે વેલ્ડીંગ કામમાં આવેલ ટેન્કરમાં બ્લાસ્ટ, દુર્ઘટનામાં 1 નું મૃત્યુ, અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

પાંચબત્તી વિસ્તારમાના રંગઉપવનના આધુનિકરણ અંગે વર્ષોથી અપાતા લોલીપોપ… કોણે આપ્યા અને કેમ આપ્યા ?

ProudOfGujarat

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!