પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા ઝામીરા રિસોર્ટમાં પંચમહાલ પોલીસે રેડ કરીને જુગાર-દારૂની મહેફીલ માણતા ઈસમો ઝડપાયા હતા. જેમા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ મહેફીલમાં ગુજરાતની ભાજપ સરકારના ખેડા જીલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પોલીસના હાથે ઝડપાતા રાજકીય મોર્ચે ખળભળાટ મચી જાવ પામ્યો છે.
પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલા હાલોલ તાલુકાના શિવરાજપુર -જાંબુઘોડા સહિતના આસપાસના વિસ્તારમા રિસોર્ટ આવેલા છે. ચોમાસામાં અહી મહેફીલો જામે છે. શિવરાજપુર પાસે આવેલા ઝામીરા રિસોર્ટના એક ઓરડીમા જુગાર-દારુની મહેફીલ ચાલતી હોવાની ચોકકસ બાતમીના આધારે પંંચમહાલ જીલ્લા એલસીબી પોલીસે રેડ કરી હતી. રેડમાં ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા. જેમા એક ઇસમ ભાજપના ધારાસભ્ય હોવાની વિગતો બહાર આવી છે. ખેડા જીલ્લાના માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દારૂ -જુગારની મહેફીલમા પોલીસ રેડમા ઝડપાયા છે. વિદેશોમા કેસીનો ટાઇપથી જુગાર રમાડવામા આવે છે. તે ટાઈપથી જુગાર રમાડાતો હોવાની વિગતો બહાર આવી છે. હાલમા ત્યાથી દારુની બોટલો પણ મળી આવી હોવાની વિગતો બહાર આવી છે. આ બધાને સવારે પાવાગઢ પોલીસ મથકે લઇ જવામા આવ્યા છે. જ્યા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે. રેડમા સાત જેટલી મહિલાઓ ઝડપાઈ જતા અનેક સવાલો ઉભા થયા છે. હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પંચમહાલ એલસીબીએ રંગે હાથે ઝડપી લીધા છે તેની સાથે જ પોલીસે 3.80 લાખ રોકડા, 1.15 કરોડની કિંમતની આઠ વાહનો અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો છે. હાલ તેમને પાવાગઢ પોલીસ ખાતે લઇ જવાયા છે. ત્યાથી હાલોલ ખાતે લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે લઇ જવાયા હતા.
પંચમહાલ, રાજુ સોલંકી