કોરોના કાળમાં શાળાઓ બંધ હોઇ ગરીબ પરિવારોના બાળકોના કંથારીયા ગામમાં ગામની શાળાની શિક્ષિકાઓ દ્વારા ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ પ્રદાન કરી એક સેવાભાવી કાર્ય થઇ રહ્યું છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ છે. ત્યારે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન શિક્ષણ માત્ર આર્થિક રીતે સદ્ધર પરિવારના બાળકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.
પરંતુ ગરીબ વર્ગના પરિવારોના સંતાનો કે જેઓ સ્માર્ટ ફોન ખરીદવા માટે અસમર્થ છે તેવા બાળકોનું ભાવિ અંધકારમય ન બને તેની ચિંતા રાખી અને ગામના ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે એ હેતુસર શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાઓ દરરોજ સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી કંથારીયા ગામના બાગમાં રમણીય આબોહવામા ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ પ્રદાન કરી એક સેવાભાવી સરાહનીય કાર્ય કરી રહી છે. શિક્ષિકાઓ દ્વારા ગરીબ પરિવારોના બાળકોને પ્રદાન કરાઇ રહેલી સેવાની ચોમેરથી પ્રશંસાઓ થઇ રહી છે.
યાકુબ પટેલ, પાલેજ