લખતરીયા શેરીની મહિલાઓ સાથે લખતર સરપંચ અને લખતર બુટભવાની મંડળના સદસ્યો પણ જોડાયા લખતરના લખતરીયા શેરી વિસ્તારમાં રહેતી અને લખતરના દરેક સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેતી મહિલાઓ આજે લખતરના મોતીસર તળાવના નહાવા ધોવાના ઘાટમાં ગંદકી હોય અને મહિલાઓને નહાવા કપડા ધોવામાં તકલીફ પડતી હોય 10 થી 12 મહિલાઓ લખતર સંપ પાછળ આવેલ ઢાળીયા આરા તરીકે ઓળખાતા નહાવા ધોવાના આરામાં સફાઈનો સમાન લઈને પહોંચી ગઈ હતી.
ત્યાં તેમની સાથે લખતર સરપંચ અને લખતર બુટભવાની મંડળના પુરૂષો પણ સફાઈ કાર્યમાં સાથ આપી નહાવા ધોવાના આરા સાફ કર્યા હતા ત્યારે લખતર સરપંચ પ્રહલાદભાઈ ચાવડા દ્વારા મહિલાઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement