આજરોજ પહેલી જુલાઈના રોજ ડો. બી. સી. રોયના માનમાં ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયરસ ડોકટરોએ પોતાના જીવ અને પરિવારની ચિંતા કર્યા વિના લોકોને મદદે આવ્યા હતા. જેમાં 1522 જેટલાં ડોકટરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેથી ચોપાટી ખાતે કોરોનાની મહામારીમા મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.
આજે પહેલી જુલાઈ ડોક્ટર્સ ડે નિમિત્તે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સુરત તથા ફેમિલી ફિઝિશિયન એસોસિયેશનના સુરતના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે કોરોનાની મહામારીમા મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવી ડોક્ટર્સ ડે મનાવ્યો હતો.
જેમાં ડો. હિરલ શાહ, ડૉ. હરેશ ભાવસાર, ડો. ચંદ્રેશ જરદોશ, ડો. વિનોદ શાહ, ડૉ.રોનક નાગોરીયા, ડૉ.વિનોદ પટેલ તથા અન્ય ડોક્ટર મિત્રો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.
જયદીપ રાઠોડ.સુરત.