સુરત HDFC બેંકમાંથી 3 વર્ષમાં બોગસ પેપર પર 24 વાહનો બતાવીને 3.54 કરોડની લોન લઇને છેતરપિંડી કરનાર બેંકના સર્વેયર અને આર.આર.સેન્સ વેલ્યુઅર પ્રા.લિમિટેડ સહિત 18 સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એટલુ જ નહીં પણ અશોક લેલેન્ડ તથા ટાટા મોટર્સમાંથી ઉત્પાદન જ કરવામાં ન આવેલા હોય એવા વાહનોને હયાત બતાવી વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજો ઉપર લોન લેવાની મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે.
સુરતના ઉમરા પોલીસે જણાવ્યું હતું કે, ઠગબાજોનો ભોગ બનેલી ઘોડદોડ રોડ ક્રોસ વે મોલ બીજા માળે રામચોક સુરત શાખાની HDFC બેંક હોવાની ફરિયાદ મળી છે. એટલું જ નહીં પણ 36 મહિના દરમિયાન બેંકના સર્વેયર હોસંગ વાય ભગવાકર તેમજ આર.આર.સેન્સ વેલ્યુઅર પ્રા.લિમિટેડના વિકાસભાઇએ સર્વે રિપોર્ટ જે વાહનોનું ઉત્પાદન જ નથી થયું તેવા 24 વાહનો ઉપર 3,52,19,440 રૂપિયાની લોન લઈ પોતાનો આર્થિક લાભ જોઇ વેલ્યુએશન અને ઇન્સ્પેકશન રિપોર્ટ બેંકમાં જમા કરાવ્યો હોવાનું હાલ સામે આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાની લોનની મુદ્દલ તથા વ્યાજ મળીને ઠગબાજોએ કુલ્લે 1,54,45,88 ની રકમ બેંકમાં જમા કરાવી લોન મેળવી હોવાનું ફરિયાદી કહી રહ્યા છે. હાલ પોલીસે બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને પીઆઇ કે.બી. ઝાલા તપાસ કરી રહ્યા છે.
આરોપીઓ :-
1) આશિષ બી.કાકડીયા રહેવાસી કલેટ નંબર -૨૦૩ બ્લોક નંબર ૮૧ પ્લોટ નંબર ૪૩ રૂષિકેશ ટાઉનશીપ, નાના વરાછા, સુરત
2) અનસુયા કાકડીયા રહેવાસી એજન
3) અખીલ વિનુભાઈ ગીનીયા રહેવાસી ડી/૩/૧૦૪ ગાર્ડન વેલી એપાર્ટમેન્ટ સુદામા ચોક, મોટા વરાછા, સુરત
4) ઈમરાનભાઈ કાલુભાઈ પઠાણ રહેવાસી ૧૭૯૧ વાલક રહમતનગર વાલક રો,ડ મીરીક હ્યુંડાઈ, સુરત
5) બુધાભાઈ બલાભાઈ મેઘાણી રહેવાસી ૨૬ જય રણછોડનગર નવજીવન હોટલની સામે સરથાણા જકાતનાકા, સુરત
6) રમેશભાઈ ગોરધનભાઈ ભુવા રહેવાસી ફલેટ નંબર સી/પર બિલ્ડીંગ સ્રી સહજાનંદ હાઈટ, યોગીચોક, પુણા, સુરત
7) જીગ્નેશ ભીમજીભાઈ વિરાણી રહેવાસી એચ-૩૬, શાશ્વત વીલા સીતારામ ચોકની પાછળ, કામરેજ, સુરત
8) ભીમજીભાઈ નારાયણભાઈ વિરાણી રહેવાસી, એજન
9) જીતેન્દ્રભાઈ કે.વાઘાણી રહેવાસી ૨૦ શિવમ રો હાઉસ, મોટા વરાછા, મહાદેવ ચોકની પાસે, સુરત
10) કાનજીભાઈ ટી.વાઘાણી રહેવાસી એજન
11) સંજય અંબાલાલ પટેલ રહેવાસી ૨૦૪ સાવિત્રી એપાર્ટમેન્ટ, ગાયત્રી કોમ્પલેક્ષ, નમઘા રોડ, દેસાઈ વાડી, પારડી, વલસાડ
12) નિમિષા સંજય પટેલ રહેવાસી એજન
13) કપીલભાઈ પી.કોઠીયા રહેવાસી પ્લેટ નંબર એ/૨૦૧, સોના એપાર્ટમેન્ટ, મોટા વરાછા તળાવ સામે, અબ્રામા રોડ, સુરત શહેર
14) રીટાબેન કોઠીચા રહેવાસી એજન તથા
15) પ્રકાશભાઇ નાગજીભાઇ વણજારા રહે-૧૬,મેગા ટાઉનશીપ-૩, માસમા, ઓલપાડ રોડ, માસમા ગામ, સુરત
16) પારસબેન પ્રકાશભાઇ વણજારી, રહે-એજન
17) વિમલભાઇ મનશુખભાઇ ઢોલરીયા રહે-આઇ/૧૦૩, મેઘમલહાર રેસીડેન્સી, હરેકૃષ્ણ કેમ્પસની પાછળ, સરથાણા જકાતનાકા, સુરત શહેર
18) જસ્મીતાબેન વિમલભાઇ ઢોલરીયા રહે, b-એજન તથા અન્યો.
જયદીપ રાઠોડ, સુરત.