ગીર સોમનાથના વિવાનને sma નામની બીમારી થઈ છે તેવામાં લોકો પાસે અપીલ માંગી રહયા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા પરિવારના બાળક પર આવી આફત આવતા આભ તૂટી પડ્યો હતો. ગુજરાતની ધરા એટલે સંત,શુરા અને દાનવીરોની ભૂમિ. અહીંયા કોઈ પણ દાન જોતું હોય તો લોકો ખડેપગે રહી દાનની સરવાણી વહાવતા હોય છે.
થોડા સમય અગાઉ sma નામની બીમારી ધૈર્યરાજ નામના બાળકને થઈ હતી જેમાં ગુજરાતે ખભે ખભો મિલાવી દાન આપી 16 કરોડની કિંમતના ઇન્જેક્શનનું ફંડ એકત્રિત કરી ધૈર્યરાજનો જીવ બચાવ્યો હતો. તેવી જ એક ઘટના ફરી સામે આવી છે ગીર સોમનાથના આલિદર ગામે સામે આવ્યો છે. આલિદર ગામ માં સામાન્ય પરિવાર માંથી આવતા અશોકભાઈ વાઢેરના પુત્ર વિવાનને sma નામની બીમારી થયા પરિવાર માથે આફત આવી પડી હતી.
વિવાનના પિતા કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિવાનને sma નામની બીમારી સામે આવતા હાલ તેમનો પરિવાર તેમને મુંબઈ ખાતે સારવાર આપી રહ્યું છે હાલ આ રોગની સારવાર માટેનું ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું છે જે આ પરિવાર માટે ખૂબ મોટી કિંમત કહી શકાય ત્યારે પરિવારે લોકો પાસે મદદની આશા કરી છે.
લોકો ધીમે ધીમે દાનની સરવાણી વહાવી રહયા છે. તેવામાં સુરતમાં અનેક સંસ્થાઓ ફંડ એકત્રિત કરવા કામે લાગી છે. સુરતના સંતા સૈનિક દળ દ્વારા આજે વિવાનના પિતાને 1 લાખ 25 હજારનો ચેક અર્પણ કર્યા હતો. તમામ ગુજરાતીઓને પણ અપીલ કરી હતી કે દાન આપો જેથી તેમનો વ્હાલસોયો દીકરો બચી શકે.
જયદીપ રાઠોડ, સુરત.