રસીકરણના દરેક તબક્કા પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનો દાવો ગુજરાત સરકારે કર્યો છે. તે સાથે જ પર મીલિયન પોપ્યુલેશનમાં 3 લાખ 97 હજાર 572 વ્યક્તિઓનું રસીકરણ થયું હોવાનું પણ સરકારે જણાવ્યું હતું, પરંતુ હાલ ગુજરાત સરકારના વેક્સિનેશન કાર્યક્રમનું સૂરસૂરિયું નીકળતુ દેખાઈ રહ્યુ છે. ગુજરાતમાં હાલ ગોકળગાયની ગતિએ વેક્સિનેશન ચાલી રહ્યુ છે. ગુજરાતના અનેક સેન્ટરો પર વેક્સીનના ડોઝ ઉપલબ્ધ નથી. લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. ત્યારે સરકારના આ દાવાની પોલ ખુલ્લી પડતી નજર આવી રહી છે.
આજરોજ વહેલી સવારથી જ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીન માટેની લાંબી કતારો લાગી છે સાથે અન્ય સેન્ટરો પર પણ વેક્સીન લેવા માટે લોકોની લાંબી કતારો થઇ રહી છે સરકારની ગાઇડલાઇન મુજબ લોકો વેક્સીન લેવા તો આવી રહ્યા છે પરંતુ લોકોની સંખ્યા સામે વેક્સીનેશનો જથ્થો અપૂરતો હોય છે.
જેથી 18 કે તેથી વધુના લોકોને લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ વેકસીનનો જથ્થો પૂરો થઇ જતા ધક્કા ખાવાના વારા આવતા હોય છે. ત્યારે સરકાર સામે અનેક સવાલો ઉભા થાય છે ભરૂચની સરકારી હોસ્પિટલની જ વાત કરીએ તો આજરોજ માત્ર 100 જ વેક્સીનેશન ડોઝ ઉપલબ્ધ હતા જેની સામે વેક્સીન લેનારાઓની સંખ્યા ઘણી વધારે હતી. આમ વૃદ્વ લોકોને પણ હેરાનગતિ થતી હોય છે અને લાંબી લાંબી કતારો માત્ર 100 ડોઝને કારણે લોકોની ભીડ એકત્ર થઇ ગઈ હતી અને હોસ્પીટલની સામે જ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા સ્પષ્ટ પણે જોવા મળી રહ્યા છે.
સરકર શા કારણે આટલી ધીમી ગતીએ વેક્સીનેશન કરી રહી છે, આ જ રીતે વેક્સીનેશન કાર્યક્રમ થશે તો શું બે વર્ષમાં દેશના દરેક લોકો સુધી વેક્સીન પહોંચશે…? સરકાર પાસે પૂરતો જથ્થો હોવા છતાં શા કારણે લોકોએ ઘક્કા ખાવા પડે છે ?
રિધ્ધી પંચાલ, ભરૂચ.