ગઇકાલના રોજ રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેસન કોવિડ-૧૯ મા લોકોના બચાવ માટે આપવામાં આવ્યા હતા, જેમાં બે ઓક્સિજન કોન્સન્ટ્રેસન આરોગ્ય વિભાગ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આપવામાં આવ્યા હતા જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.ડી.એચ.ઓ. ડો. જે. એસ. દુલેરા તથા ડો નિલેશ પટેલને વાગરા તાલુકામાં ઉપયોગ માટે અર્પણ કરાયા હતા.
એક ઓક્સિજન કોન્સન્ટ્રેસન સેવા યજ્ઞ સમિતિ સિવિલ હોસ્પિટલ ખાતે રાકેશ ભટ્ટને ગરીબ દર્દીઓની સેવા માટે આપવામાં આવેલ હતા. રોટરી ક્લબ દહેજ દ્વારા કોરોના સમયગાળામાં સમાજને આશીર્વાદરૂપ વિવિધ સેવાકાર્યો દહેજ તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોના રસીકરણ, પી.પી.ઈ કીટ વિતરણ, માસ્ક વિતરણ, કોરોનાના ગરીબ દર્દીઓ માટે મફત દવા વિતરણ, અનાજની કીટ જેવા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવેલ છે જેમાં રોટરી કલબ દહેજના પ્રમુખ રોટેરીઅન ભાવેશ રામી તથા તેમની ટીમે રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ માં નામ રોશન કરેલ છે.
આ કાર્યક્રમ ગોદરેજ કંપની દહેજના સહયોગથી તથા રોટરી ક્લબ થાણેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો. આ પ્રસંગે રોટરી દહેજના પ્રમુખ રોટેરીઅન ભાવેશ રામી, ભૂતપૂર્વ પ્રમુખ રોટેરીઅન આશિષ દેસાઈ તથા રોટેરીઅન હેમંત ગોહિલ અને કૃણાલ ટોપીવાળા હાજર રહ્યા હતા તથા ગોદરેજ કંપનીના પ્લાન્ટ હેડ વિવેક સ્પાન્સ તથા એચ.આર. હેડ છત્રસિંહ ભટ્ટી પણ હાજર રહ્યા હતા.