ભરૂચ જિલ્લામાં દારૂ તથા જુગારના બદી ડામવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ ભરૂચ જિલ્લા પોલીસ ગેરકાનૂની પ્રવૃતિ અટકાવવા માટે સક્રિય બની છે.
ગઈકાલના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે દઢાલ ઓ. પી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પોલીસની મળેલ બાતમી અનુસાર જીતાલી ગામે ગ્રીનપાર્ક સોસાયટીના મકાન નંબર 230 તા. અંકલેશ્વર, ભરૂચએ પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો નંગ 88 જેની કુલ કિંમત 18,800/- સહીત એસેન્ટ ગાડી નંબર GJ 16 AP 2674 જેની કિંમત 1,00,000/- સહીત એક મોબાઈલ ફોન જેની કિંમત 5000/- અન્ય મોબાઈલ જેની કિંમત 1000/- મળીને કુલ 1,24,000/- ના મુદ્દામાલ સાથે આરોપી દિલીપભાઈ ઠાકોરભાઈ રાઠોડ રહે, જીતાલી, અંકલેશ્વર, ભરૂચની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને વોન્ટેડ આરોપી વિજયભાઈ મણિલાલ પટેલ રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર, ભરૂચ નાઓની શોધખોળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ.