પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના ઇસમે બે ભૂત વિરુદ્ધ પોલીસ મથકમા અરજી કરી છે. પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં યુવાને જણાવ્યું છે કે બે ભૂતે તે મારી નાંખવાની ધમકી આપી છે. જોકે પોલીસ તપાસમાં આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું.
સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં માણસો વિરુદ્ધ અરજી આપવામાં આવે છે. પરંતુ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક માણસે બે ભૂત વિરુદ્ધ અરજી કરી હોવાનું અરજીમાં જણાવાયું છે. તાલુકાના જોટવડ ગામમા મારા પરિવાર સાથે રહું છું ત્યારે ખેતી કરીને ગુજરાન ચલાવું છું હું દસેક વાગે સવારે મારા ખેતરમાં હતો તે વખતે એક ભૂતની ટોળકી આવેલ અને એક ટોળકીમાંથી બે ભૂત મારી જોડે આવેલ અને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જેથી હું ત્યાંથી ભાગીને અત્યારે પોલીસ સ્ટેશને આવેલ છું તો મારી જાન બચાવવા આપ સાહેબને વિનંતી છે. ભૂત વિરુદ્ધની અરજીથી પોલીસ આલમમાં ભારે ચકચાર ચર્ચા જાગી છે કદાચ પોલીસ બેડામાં પહેલો કિસ્સો બહાર આવ્યો હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે હાલમાં તો પોલીસ તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાના જાણવા મળ્યું.
પંચમહાલ રાજુ સોલંકી